ઢુવામાં યુવાન પડી જતા ઇજા
વાંકાનેર: તાલુકામાં સાપ કરડી જવાનો બનાવ બનેલ છે

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે રહેતી ચેતના સુરેશભાઈ (ઉ.વ.૧૪) નામની બાળાને મયુરધ્વજસિંહની વાડીએ હતી ત્યારે પગમાં સાપ કરડી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી
ઢુવામાં યુવાન પડી જતા ઇજા
બીજા બનાવમાં વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ખાતે પ્લાયવુડના કારખાના પાસે રહેતા અને મજૂરી કામ કરતા કમલસિંગ શંકરભાઈ ઠાકુર નામનો 45 વર્ષનો યુવાન પડી ગયો હતો જેથી ઇજા પામતા 108 વડે મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.
