જીસીબી બોલાવી નાલાનો નિકાલ સાફ કરાવ્યો
નાત-જાતના ભેદ ભૂલી યુવાનો ટ્રાફિક પોલીસ બન્યા
વાંકાનેર: ચોમાસામાં રસ્તા પરના પુલ પરના ગાબડાં કે નાલાનું વહેણ ચોકઅપ થઇ જવું, એ આજ-કાલ સામાન્ય વાત બની ગઈ છે, જાત મહેનત ઝિંદાબાદ યથાર્થ ઠેરવતા વાંકાનેર તાલુકાના જેતપરડા ગામમાં તાલુકા મથકે આવવા-જવા માટેનો મુખ્ય રસ્તાના પાણીના નિકાલના નાલા બંધ હોવાથી રસ્તા ઉપરથી પાણી વહેતુ હોવાથી વાહન વ્યવહાર રોકાઈ ગયો હતો, તાત્કાલિક ધોરણે જીસીબી બોલાવી નિકાલ સાફ કરવામાં આવ્યો હતો, ગામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

પુલ પર પડેલ ગામડામાં અન્ય વાહન ચાલક ખાબકે નહીં, તે માટે સેવાભાવે અન્ય યુવાનોએ ટ્રાફિક પોલીસની ભૂમિકા ભજવી હતી, ઢીંચણ સમાણાં પાણીમાં બંધ પડેલ મોટર સાયકલ ચાલકને અન્ય ગ્રામ્યજનો પાછળથી ધક્કો દઈ વાહન ચાલકની મુશ્કેલીમાં મદદરૂપ બનતા દેખાયા હતા, એમના આ સહકારની મોટર સાયકલ ચાલક પોતાની પીડા ભૂલી સ્મિત આપી નોંધ લેતો હતો, મુશ્કેલીમાં પણ સ્મિત આપવું, એકબીજાને મદદરૂપ થવું, એ જ તો ગ્રામ્ય જીવનના ગુણ છે….


