ફરિયાદી ઢુવા ગામના પી.એચ.સી સેન્ટર ખાતે મેડીકલ ઓફીસર છે
વાંકાનેર: દીગ્વિજયનગર રહેતા ઢુવા ગામના પી.એચ.સી સેન્ટર ખાતે મેડીકલ ઓફીસર તરીકે ફરજ ડોક્ટરની ઘરની બહાર મારૂતી સુઝુકી કંપનીની ઈકો ગાડી પાર્ક કરેલ, બીજે દિવસે સવારે સાતેક વાગ્યે જાગીને જોયું તો ઇકો ગાડી જોવામાં આવેલ નહી સને-૨૦૧૯ ના મોડલની સફેદ કલરની વાળી જેની આશરે કિ.રૂ.૩,૦૦,૦૦૦/-વાળી કોઇ અજાણ્યા ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે….


જાણવા મળ્યા મુજબ વાંકાનેર દીગ્વિજયનગર, જશદણ સીરામીકની બાજુની શેરીમાં રહેતા ડોક્ટર મનસુખભાઈ પોપટભાઈ બોચીયા (ઉ.વ.૫૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે પોતે વાંકાનેર તાલુકાના ઢુવા ગામના પી.એચ.સી સેન્ટર ખાતે મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવે છે, તા-૨૫/૦૭/૨૦૨૬ ના રોજ નોકરી પુરી કરીને પોતાના ઘરે આવેલ અને ઘરની બહાર મારૂતી સુઝુકી કંપનીની ઈકો ગાડી જેના રજી નંબર જી.જે.૩૬-એલ-૧૯૭૫ સાંજના પાર્ક કરેલ, બીજે દિવસે સવારે સાતેક વાગ્યે જાગીને જોયું તો ઇકો ગાડી જોવામાં આવેલ નહી આજુબાજુ તપાસ કરતા મળી આવેલ ન હોય સને-૨૦૧૯ ના મોડલની સફેદ કલરની વાળી જેની આશરે કિ.રૂ.૩,૦૦,૦૦૦/-વાળી કોઇ અજાણ્યા ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી લઇ ગયેલ છે
પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહીંતા અધિનિયમ-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ નોંધી ચોર પકડવા ચક્રો ગતિમાન કર્યા છે….

