કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર- હળવદને જોડતા રોડ પરનું નાળું ડેમેજ

વાંકાનેર- હળવદને જોડતા રોડ પરનું નાળું ડેમેજ

પહેલા વરસાદે જ સમસ્યા સર્જાઈ

વાંકાનેર: તાલુકાના લુણસર ચોકડી, વીડી જાંબુડિયા, પલાંસ, રાજગઢ, ચુપણી, ખેતરડી થઈને હળવદ તાલુકા અને વાંકાનેર તાલુકાને જોડતો આ અગત્યનો રસ્તો છે, આ રોડ પર વાહનોની અવરજવર ભરચક્ક થતી હોઈ આ વિસ્તારના લોકોની નાળું બનાવવાની વર્ષોથી માંગ હતી, અનેક ગામોને તાલુકા મથકે જોડતા રોડ પર બનેલું નાળું પહેલા વરસાદે જ ધોવાયું છે,

વીડી જાંબુડિયાના પાધરમાં આવેલા આ નાળાની સપાટીમાં ગાબડાં પડી જતા અંધારામાં વાહન ચાલક ગબડી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, ટુ- વહીલર વાહન જ ચાલી શકે તેમ છે, ફોર વહીલર કે એંબયુલન્સ આવી- જઈ શકે તેમ નથી, આથી ઇમર્જન્સીમાં સમસ્યા ઉભી થઇ શકે તેમ છે, ધાંગધ્રા- રાજકોટ બસ જે આ રોડ પર ચાલે છે, તે પણ હાલ બંધ થઇ ગઈ છે, જો કે કોન્ટ્રાકટરે હાલ ડાયવરઝ્ન કાઢેલ છે, પરંતુ એ કાયમી સમાધાન નથી, ઊંડા વોકળા તરીકે ઓળખાતા આ વોકળાનું નાળું વહેલી તકે રીપેરીંગ થાય તેવું ઈચ્છી રહ્યા છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!