કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાતીદેવળી શિક્ષિકાને સાસરિયાવાળાનો ત્રાસ

રાતીદેવળી શિક્ષિકાને સાસરિયાવાળાનો ત્રાસ

શિક્ષિકા હાલ ભાટિયા સોસાયટીના રહેવાશી

વાંકાનેર: તાલુકાના રાતીદેવળી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા શિક્ષિકા બહેનને પતિ સહિતના સાસરીઓ ત્રાસ આપતા હોય તેઓએ કંટાળીને મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ

પરવિનબેન અફઝલભાઇ તેરવાડીયા (મુસ્લિમ, ઉ.વ.38 કામકાજ શિક્ષક સરકારી નવી રાતીદેવળી રહે. હાલ.વાંકાનેર ભાટીયા સોસાયટી ગુરૂક્રુપા પાસે વાંકાનેર મુળ રહે.પીયર વીરપુર જલારામ તા.જેતપુર) અફજલ આરીફભાઈ તેરવાડીયા (પતિ), આરીફ ઇસ્માઇલભાઇ તેરવાડીયા (સસરા), મેફુજાબેન આરીફભાઇ તેરવાડીયા (સાસુ), ઇરફાન આરીફભાઇ તેરવાડીયા (દિયર), રોજમીન ઇરફાનભાઇ તેરવાડીયા (દેરાણી), રહે.જેતપુર જુની શાક માર્કેટ પાછળ કેળા વાળી શેરી તા.જેતપુર અને સલીમ ગનીભાઇ કરગથરા (ફુઆજી સસરા) રહે. જેતપુર સ્ટેન્ડ ચોક ગર્લ્સ હાઇસ્કુલ પાછળ તા.જેતપુર સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યુ હતું કે તેણીને નાની-નાની બાબતોમા હેરાન પરેશાન કરી મારકુટ કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા મારી એકબીજાને ખોટી ચડામણી કરી તેમના પતિને તેના આડાસંબંધમા સાથ આપવામાં આવતો અને પોતાને શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપવામાં આવતો હતો.ગુનો નોંધાતા પીઆઇ એચ.વી.ઘેલાએ તપાસ હાથ ધરી છે.,,

Content Copying Forbidden !!

error: Content is protected !!