કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરના લોહાણા વિદ્યાર્થીનું રાજકોટમાં સન્માન

વાંકાનેરના લોહાણા વિદ્યાર્થીનું રાજકોટમાં સન્માન

તાલુકા શાળા નં. ૧ ના શિક્ષક સુપુત્ર

વાંકાનેર: રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા રવિવારે કોટક કન્યા વિદ્યાલયના સભાગૃહ ખાતે યોજાયેલા ‘પ્રતિભા સન્માન સમારોહ–2026’માં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

સમાજના આગેવાનો, શિક્ષણપ્રેમીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વાંકાનેરના ઓમ પિયુષભાઈ માનસાતાએ પોતાની શૈક્ષણિક સિદ્ધિથી સમગ્ર લોહાણા સમાજનું ગૌરવ વધાર્યું હતું.
વાંકાનેર તાલુકાની તાલુકા શાળા નં. ૧માં ફરજ બજાવતા પિયુષ અરવિદભાઈ માનસાતાના પુત્ર ઓમ પિયુષભાઈ માનસતાએ ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષામાં ૯૧ ટકા ગુણ અને ૯૮.૮૬ પીઆર (PR) મેળવી લોહાણા સમાજમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ નોંધપાત્ર સિદ્ધિ બદલ તેમને સિલ્વર મેડલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમારોહમાં વક્તાઓએ જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં મોબાઇલ અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે પણ મહેનત, સમયનું યોગ્ય આયોજન, નિયમિત અભ્યાસ, શિસ્ત અને આત્મવિશ્વાસ દ્વારા શ્રેષ્ઠ સફળતા મેળવી શકાય છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું જાહેર સન્માન સમાજની નવી પેઢીને શિક્ષણ અને શ્રેષ્ઠતા તરફ આગળ વધવા માટે પ્રેરણા આપે છે. વક્તાઓએ વધુમાં ઉમેર્યું હતું કે સફળતા માત્ર ઊંચા ગુણ સુધી મર્યાદિત નથી, પરંતુ સંસ્કાર, સ્વઅનુશાસન, જવાબદારી અને રાષ્ટ્રપ્રેમ જેવા મૂલ્યોને જીવનમાં ઉતારવાથી વ્યક્તિ સાચા અર્થમાં સફળ બને છે. આવા સન્માન સમારોહો યુવાનોમાં સ્પર્ધાત્મક ભાવના વિકસાવી ઉચ્ચ શિક્ષણ અને સમાજસેવા માટે નવી પ્રેરણા પૂરી પાડે છે. સમારોહના અંતે ઉપસ્થિત આગેવાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઓમ માનસાતાને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. લોહાણા કર્મચારી મંડળ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન આપતી આ પહેલને સૌએ બિરદાવી હતી. વાંકાનેરના વિધાર્થીની આ સિદ્ધિ સમગ્ર લોહાણા સમાજ માટે ગૌરવની ક્ષણ બની રહી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!