પરીક્ષા પ્રથમ પ્રયાસમાં પાસ કરી વકીલ તરીકેની સનદ મેળવી
વાંકાનેર: તાલુકાના તીથવા ગામના વતની ઉસ્માનભાઈ જીવાભાઈ બાકોલીયાના પુત્ર વસીમ યુ.બાકોલીયાએ તાજેતરમાં લેવાયેલ રાષ્ટ્રીય કક્ષાની કાયદાના વ્યવસાય માટે સૌથી મહત્વની ગણાતી ઓલ ઈન્ડિયા બાર અકેઝામિનેશનની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં સફળતા પુર્વક પાસ કરી વકીલ તરીકેની સનદ મેળવેલ છે અને સમાજનું ગૌરવ વધારેલ છે.

તેઓ લાંબા સમયથી રાજકોટ મુકામે નામાંકિત સિનિયર અડેવોકેટ ધર્મેશ જી. સખીયા, નીખીલ જી. ઝાલાવાડીયા તથા તુષાર સી.સખીયા સાથે રેવન્યુ ક્ષેત્રમાં પ્રેકટીસ કરી રહ્યા છે, હવે આ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા પાસ કરીને તેઓ સતાવાર રીતે વકીલાતના ક્ષેત્રમાં વાંકાનેર તાલુકાના લોકો માટે કાયદાકીય પશ્નોના સચોટ અને સરળ નીરાકરણ લાવવા તેમજ કાયદાકીય ક્ષેત્રમાં લોકોની સેવા કરવા માટે ટુંક સમયમાં વાંકાનેર મુકામે પોતાની ઓફીસનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે, તેમની આ સિદ્ધિ બદલ પરીવારજનો, મિત્રો, સ્નેહીઓ તથા અગ્રણીઓ તરફથી મો.81559 7ર097 ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે….

