કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સરતાનપર રોડ ઉપર કોઝવેમાં પૂરો ટ્રક તણાઈ ગયો

સરતાનપર રોડ ઉપર કોઝવેમાં પૂરો ટ્રક તણાઈ ગયો

જાલી-દેરાળા, રાજસ્થળી-લુણસર અને મેસરીયા-અદેપર રસ્તો બંધ કરાયો

વાંકાનેર: તાલૂકાના સરતાનપર રોડ ઉપર આવેલ કોઝવેમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું ત્યારે ટ્રક ચાલકે પોતાનો ટ્રક ત્યાંથી પસાર કરવા માટેનો પ્રયત્ન કરતા આખે આખો ટ્રક પાણીમાં તણાઈ ગયો હતો અને રોડ સાઈડમાં નીચે ઉતરી ગયો હતો. હાલમાં રોડ ઉપર પાણી આવી જવાના કારણે આ રસ્તો વાહનો માટે બંધ થઈ ગયો છે

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડીથી આગળના ભાગમાં મુખ્ય માર્ગ ઉપર આવેલા કોઝવેમાં પણ પાણીનો પ્રવાહ આવી ગયો છે અને પાણીના કારણે હાલમાં આ રસ્તો વાહનોની અવરજવર માટે બંધ થયો છે તેમજ સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે કોઝવેમાં રોડ ઉપર પાણી આવી ગયું હતું તેમ છતાં પણ એક ટ્રક ચાલક દ્વારા પોતાનો ટ્રક ત્યાંથી પસાર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે કોઝવેમાં વધુ પ્રમાણમાં પાણી હોવાના કારણે ટ્રક પાણીમાં તણાઈ ગયો હતો અને રોડ સાઈડમાં નીચે ઉતરી ગયો હતો. જો કે હાલમાં પણ તે રસ્તા ઉપર વરસાદી પાણી હોવાના કારણે રિક્ષા, બાઇક, સ્કૂટર તેમજ ટ્રક સહિતના ભારે વાહનો માટે પણ આ રસ્તો બંધ થઈ ગયો છે જેથી કરીને રસ્તાની બંને બાજુએ વાહનોના થપ્પા લાગી ગયા છે.

જાલી-દેરાળા, રાજસ્થળી-લુણસર અને મેસરીયા-અદેપર રસ્તો બંધ કરાયો
વાંકાનેર તાલુકામાં આવેલ જાલી-દેરાળા-રાજસ્થળી-લુણસર માર્ગ પર જાલી થી દેરાળા વચ્ચે તેમજ રાજસ્થળી થી લુણસર વચ્ચે કોઝવે/રસ્તા પર પાણી ફરી વળતા (ઓવરટોપિંગ થતા) સુરક્ષાના ભાગરૂપે આ વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકો તેમજ ગ્રામજનોને સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, પાણીના ભારે પ્રવાહવાળા બંધ રસ્તા પર અવરજવર કે સાહસ ન કરવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓને અનુસરીને સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
તેવી જ રીતે મેસરિયાથી અદેપર તરફ જતા રોડ પર બનાવવામાં આવેલું ડાયવર્ઝન વરસાદી પાણીના લીધે ધોવાઈ ગયું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ કે અકસ્માત ન સર્જાય તે અર્થે સ્થાનિક નાગરિકોની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપતા આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકો તથા સ્થાનિક ગ્રામજનોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સમઢિયાળાથી સતાપર વાળા રોડને વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગમાં લેવા માટે જણાવવામાં આવ્યું છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!