કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાશે સન્માન

રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાશે સન્માન

માર્કશીટની ઝેરોક્ષ તા. ૧૧/૭ ને શનિવાર સુધીમાં પહોંચાડવી

વાંકાનેર: મોરબી જીલ્લામાં વસતા રાજપૂત (ક્ષત્રીય) પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓને દરવર્ષે સન્માનીત કરવામાં આવે છે તેવી જ રીતે જુલાઈ માસના છેલ્લા રવિવાર એટલે કે આગામી તા ૨૬/૭ ના રોજ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જીલ્લામાં રહેતા તમામ રાજપૂત પરિવારોના ધો. ૫ થી કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓએ તેઓના માર્કશીટ આપવાના છે અને ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં સૌથી વધુ માર્કસ મેળવનાર એટલે કે પ્રથમ ક્રમાંક મેળવનાર દરેક વિદ્યાર્થીઓનું રાજપૂત સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે. આ સરસ્વતી સન્માન સમારોહ માટે તમામ વાલીઓએ પોતાના બાળકોના માર્કશીટની ઝેરોક્ષ તા. ૧૧/૭ ને શનિવાર સુધીમાં હરદેવસિંહ જાડેજા (એડવોકેટ, મો.૯૮૨૫૧ ૯૫૯૬૧ ગુજરાત હાઉસીંગ બોર્ડ, મોરબી-૨), મહાવીરસિંહ જાડેજા (એડવોકેટ, મો.૯૨૭૬૦ ૯૯૯૯૯, તલાશ એન્ટરપ્રાઈઝ, કડીયા બોર્ડીંગ પાસે, મોરબી-૨), મહાવીરસિંહ જગતસિંહ જાડેજા (મો.૯૮૨૫૦ ૨૦૨૪૯, શક્તિ કોર્પોરેશન, બોયઝ હાઈસ્કુલ પાસે, વસંત પ્લોટ, મોરબી-૧), જશવંતસિંહ ઝાલા (મો. ૮૦૩૩૧ ૦૦૩૦૩, સોમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી-૧), રાજભા સોઢા (મો. ૯૮૨૫૬ ૭૩૯૩૬ ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી-૧) ખાતે પોતાની સંપૂર્ણ માહિતી પહોચતી કરવાની રહેશે. અને સમય મર્યાદ પછી આવેલ માર્કશીટને ધ્યાને લેવામાં આવશે નહીં તેવું સંસ્થાના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા (અદેપર) તેમજ મહામંત્રી મહાવિરસિંહ એન.જાડેજા (વિરપરડા)એ જણાવ્યુ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!