કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પંચાસર અને ઢુવા ચોકડીએ મારામારીમાં ઇજા

પંચાસર અને ઢુવા ચોકડીએ મારામારીમાં ઇજા

મહીકા પાસે રિક્ષા- ડમ્પર અથડાયા

બાઈક આડે ગાય આવી જતા મહિલાને ઈજા
મકતાનપર સીમમાં ખાણમાં યુવાન ડૂબી ગયો: ઢુવામાં ભાભીના ઘરમાં દિયરે ચોરી કરી: સરતાનપર કારખાનામાં લોખંડ કાપતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત: સરધારકામાં માલધારીને માર પડ્યો: ગુંદાખડા ગામ નજીક બે બાઈક અથડાતા સગીરને ઈજા

વાંકાનેર: પ્રાથમિક મળેલ માહિતી મુજબ વાંકાનેર રહેતા મહેશભાઈ જયંતીભાઈ ઘોસટીયા (ઉ.33) નામના યુવાનને વાંકાનેરની પંચાસર ચોકડીએ મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યો હતો.
બીજા બનાવમાં ઢુવા ચોકડી પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ભગતભાઈ જામસિંગ (ઉ.26) નામના યુવાનને કારખાનામાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મહીકા પાસે રિક્ષા- ડમ્પર અથડાયા
વાંકાનેર તાલુકાના મહીકા ગામ પાસેથી રીક્ષા લઈને જઈ રહેલા હિતેશભાઈ ધનજીભાઈ રાઠોડ (ઉ.42) રહે.નવાપરા વાંકાનેરની રિક્ષાને ડમ્પર સાથે અથડામણના બનાવમાં હિતેષભાઇને ઇજાઓ થઈ હોય હિતેશભાઈ રાઠોડને સિવિલે હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

બાઈક આડે ગાય આવી જતા મહિલાને ઈજા
વાંકાનેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ મામલતદાર ઓફિસ સામે પચ્ચીસ વારીયા જકાતનાકાથી આગળના ભાગમાં પસાર મુસ્કાનબેન કાસમભાઇ સોલંકી (ઉ.23) થઈ રહી હતી ત્યારે તેઓના બાઈકની આડે રસ્તા ઉપર ગાય આવી ગઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહિલાને ઈજા થઇ હોવાથી મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઈજાગ્રસ્ત મહિલા મોરબીમાં ગઢની રાંગ વિસ્તારમાં રહે છે…

મકતાનપર સીમમાં ખાણમાં યુવાન ડૂબી ગયો
વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં આવેલ ખાણમાં ભરેલા પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારબાદ મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ કરી હતી દરમિયાન મૃતક યુવાન સુરેશકુમાર રાજારામ ગૌતમ (ઉ.40) રહે હાલ મકતાનપર મૂળ રહે ઉત્તર પ્રદેશ હોવાનું સામે આવ્યું હતું જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઢુવામાં ભાભીના ઘરમાં દિયરે ચોરી કરી
ઢુવા ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદ ખાતે દિલ્હી વાળી ફ્રુટ માર્કેટ શહેર કોટડા વિસ્તારમાં રહેતા મીનાબેન હદાભાઈ સાગઠીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં તેના દિયર દીપકભાઈ બાલાભાઈ સાગઠીયા રહે. ઢુવા વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે કે, ગત તા 25/2/2026 ના ફરિયાદીના દિયર દ્વારા ઢુવા ગામે તેઓના મકાનનું લોક તોડીને ત્યાં ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તાંબા પીતળના વાસણો જેની કુલ કિંમત 70 હજાર રૂપિયા થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં મહિલાએ નોંધાયેલ ફરિયાદારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સરતાનપર કારખાનામાં લોખંડ કાપતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં અમોરા ટાઈલ્સના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા અમિતસિંહ શિવકુમારસિંહ પરિહાર (ઉ.વ.૨૩) નામના યુવાન કારખાનામાં ફીટરનું ઇલેક્ટ્રિક ગ્રાઈન્ડર વડે લોખંડ કાપવાનું કામ કરતા હતા ત્યારે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું મૃત્તક મૂળ યુપીના વતની હતા…

સરધારકામાં માલધારીને માર પડ્યો
વાંકાનેર તાલુકાના સરધારકા ગામના નાથાભાઈ મૈયાભાઈ મુંધવા (ઉ.વ.૫૫) નામના માલધારીએ ગામમાં રહેતા આરોપી જયરાજસિંહ બટુકસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે નાથાભાઈ પોતાના ઘરે પાસે વાડામાં ઘેટા બકરા પુરતા હતા ત્યારે આરોપી જયરાજસિંહે તું ઘેટા બકરા કેમ ચલાવતો નથી કહીને ઉશ્કેરાઈ જઈને ગાળો અપાઈ છાતીમાં અને વાસામાં ઢીકા પાટું માર મારી મુંઢ ઈજા કરી હતી અને પાઈપ લાવી એક ઘા ડાબા હાથના કાંડા પર માર્યો હતો જેથી મુંઢ ઈજા છોલાઈ જતા લોહી નીકળ્યું અને આરોપીએ જતા જતા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

ગુંદાખડા ગામ નજીક બે બાઈક અથડાતા સગીરને ઈજા
ચોટીલા તાલુકાના નાળીયેરી ગામના રહેવાસી પ્રભાતભાઈ ભોજાભાઈ રાઠોડે બાઈક જીજે ૩૬ એકે ૩૪૩૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો ભત્રીજો જગદીશ મનસુખભાઈ રાઠોડ (ઉ.વ.૧૭) વાળો બાઈક જીજે ૩૬ એએન ૯૦૨૩ લઈને સરોડી હાઈસ્કૂલ અભ્યાસ માટે ગયો હતો અને સાંજે બાઈક લઈને ઘરે આવવા નીકળ્યો હતો અને ગુંદાખડા ગામ પાસે પહોંચતા સામેથી આવતા બાઈક જીજે ૩૬ એકે ૩૪૩૧ ના ચાલકે ફરિયાદીના ભત્રીજા જગદીશના બાઈક સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં જગદીશ રાઠોડને માથાના ભાગે ગંભીર ઈજા અને શરીરે ઈજા પહોંચાડી હતી વાંકાનેર તાલુકા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે..

Content Copying Forbidden !!

error: Content is protected !!