કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાતીદેવળી પાસેથી પસાર થતી રીક્ષા ઉપર ઈંટનો ઘા

રાતીદેવળી પાસેથી પસાર થતી રીક્ષા ઉપર ઈંટનો ઘા

13 વર્ષના બાળકને ઝેરી જનાવર કરડી ગયું

વાંકાનેર: તાલુકાના રાતીદેવળી ગામ પાસેથી રીક્ષા ચલાવીને જઈ રહેલા ઉપર ચાલુ વાહને બાજુમાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકે ઈંટનો ઘા કર્યો હતો. જેથી તેને ઇજા થતા દવાખાનામાં દાખલ થયા છે, બીજા બનાવમાં વાંકાનેર ખાતે ઘર નજીક રમી રહેલા 13 વર્ષના બાળકને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને પણ દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો છે….

પ્રાથમિક મળેલ માહિતી મુજબ રાતીદેવળી ગામ પાસેથી રીક્ષા ચલાવીને જઈ રહેલા તૌસીફ સતારભાઈ મુસાણી (ઉ.22) રહે. ટંકારા ઉપર ચાલુ વાહને બાજુમાંથી પસાર થઈ રહેલા સ્કુટીવાળાએ ઈંટનો ઘા કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત તૌસીફ મુસાણીને મોરબીની સિવિલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

13 વર્ષના બાળકને ઝેરી જનાવર કરડી ગયું

બીજા બનાવમાં વાંકાનેર ખાતે ઘર નજીક રમી રહેલા સાહિલશા અકબરશા નામના 13 વર્ષના બાળકને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને મોરબીની સિવિલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો તેમ પોલીસ સુત્રો દ્વારા જણાવાયેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!