કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કાર ચાલકે છકડો રીક્ષાને પાછળથી ઠોકર મારી

કાર ચાલકે છકડો રીક્ષાને પાછળથી ઠોકર મારી

ધમલપરના શખ્સનું મૃત્યુ

હસનપરના યુવાનને માથામાં ઇજા

વાંકાનેર: મોરબી નેશનલ હાઇવે પર એક કાર ચાલકે આગળ જતી છકડો રીક્ષાને પાછળથી ઠોકર ધમલપર વાળાનું ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. રીક્ષામાં બેઠેલા હસનપર વાળાને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ગત તા. 15જુલાઈના રોજ બપોરના સમયે સીમસ્ટોન સીરામીક ફેકટરી નજીક જીજે -36 એઆર – 7881 નંબરના કાર ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવી આગળ જતી છકડો રીક્ષા નંબર જીજે – 03 – ઝેડ – 4186ને પાછળથી ઠોકર મારતા છકડો રીક્ષા ચાલક ભવાનભાઈ પાચીયા ઉ.55 રહે. ધમલપર વાળાનું ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રીક્ષામાં બેઠેલા લાલજીભાઈ ઉર્ફે લાલો ઘોઘાભાઈ ટોટા ઉ.34 રહે. હસનપર વાળાને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના બનાવ અંગે લાલજીભાઈની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!