કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી

850 મેટ્રિક ટન ખનીજ અને લાખોનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેર: તાલુકામાં આવેલા ચિત્રાખડા ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ખનીજનો સંગ્રહ કરતા ખનીજ માફિયાઓ પર મોરબી SOG ટીમે તવાઈ બોલાવી છે. પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ (કચ્છ) અને પોલીસ અધીક્ષક, મોરબી દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન અને સંગ્રહ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.

આ સૂચનાના આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલ અને તેમની SOG ટીમ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ચિત્રાખડા ગામ ખાતે સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનીજનો સંગ્રહ કરતા બે ઈસમો ઝડપાયા હતા. પકડાયેલા આરોપીઓના નામ દાનાભાઈ બાલુભાઈ ડાભી (રહે. વર્માધાર, તા. થાનગઢ, જિ. સુરેન્દ્રનગર) અને અમૃતભાઈ માધાભાઈ કેરાળીયા (રહે. ઉન્ડવી (રાણીપાટ), તા. થાનગઢ, જિ. સુરેન્દ્રનગર) છે.
પોલીસે આ બંને ઈસમોના કબજા ભોગવટાવાળી સરકારી જમીનમાંથી વાહનો અને ખનીજનો મસમોટો જથ્થો જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને સોંપ્યો છે.
ડંપર રજી.નં – GJ-13-AX-7234 (કિંમત રૂ. 030,00,000/-), ટાટા કંપનીનું હિટાચી મશીન, સિરિયલ નં- SP21-46360 (કિંમત રૂ. 50,00,000/-) અને ગેરકાયદેસર શંકાસ્પદ કોલસો અને ફાયર ક્લેનો આશરે 850 મેટ્રિક ટન જથ્થો જપ્ત કરાયેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!