આજે 20 મો દિવસ
યુપીમાં ઝાંસી પહોંચ્યા
વાંકાનેર: તાલુકાના દેરાળા ગામનો એક યુવાન અયોધ્યા જવા પગપાળા નીકળ્યો છે, જે હાલ ઉત્તર પ્રદેશના ઝાંસી પહોંચ્યા છે…
કમલ સુવાસ સાથે ફોન પર વાત કરતા અયોધ્યા જવા પગપાળા નીકળેલા દેરાળાના જયંતિ ગણેશભાઈ ભીસડીયા (ઉ.33) એ જણાવ્યું હતું કે તેઓ 8 ધોરણ સુધી ભણેલા છે, પોતે પેઈન્ટર હોઈ દિવાળીએ પૂરાતી રંગોળી બનાવવાની મહારત છે, ચાર ભાઈ છે, કડિયા કામ કરે છે દેરાળાથી 20 દિવસ પહેલા તેઓ એકલા જ અયોધ્યા જવા નીકળેલા




દેરાળાથી તેઓ ધ્રાંગધ્રા, માલવણ ચોકડી, તલોદ, મોડાસા, શામળાજી બોર્ડર થઈને રાજસ્થાનમાં ઉદેપુર, ચિતોડગાઢ, બારા, શિવપુરી થઈને એમપીમાં પ્રવેશ કરેલો, અત્યારે તેઓ વતનથી 1025 કિમિ દૂર ઝાંસીનો કિલ્લો જોઈ રહ્યા છે, તેઓ દેરાળાના ઉપસરપંચ છે
દેરાળાથી નીકળી રાજસ્થાનથી ચિતોડગઢ પહેલા 40 કી.મી છેટા હતા, ત્યારે દેરાળાના હકાભાઈ તથા દિનેશભાઈ, થાનગઢના દિપકભાઈ અને રઘુભાઇ સોનગઢથી તેમને મળવા આવેલા, ઉપરાંત પછીથી વાંકાનેર તાલુકાના ભેરડા ગામના અશોકભાઈ, દેવાભાઈ, જયંતિભાઈ અને લાલજીભાઈ પણ મળવા આવેલા, એમના ગામ દેરાળાના કુકાભાઈ દેવશી ભીસડીયા અને કુશનભાઈ સવસીભાઈ ધરજીયા પણ ઝાંસી પેલેસથી 33 કિમિ છેટા હતા ત્યારે મળેલા, વતનથી દૂર પોતાના મલકના માણસો જયારે મળે ત્યારે સ્વાભાવિક રીતે ખુબ ખુશી થાય, સાથે વારુપાણી કરેલું,
જયંતિભાઈ દરરોજ 55 થી 60 કી.મી ચાલે છે, શ્રદ્ધાના બળે થાક લાગતો નથી, કોઈ બીમારી કે કોઈ અકસ્માત થયો નથી, રાજસ્થાનમાં લગભગ અગિયારેક દિવસનો રસ્તો મોટે ભાગે જંગલ વિસ્તાર હોવા છતાં કોઈ અનિચ્છનીય ઘટના બનેલ નથી, દેરાળાથી અયોધ્યાનું કુલ અંતર 1540 કિમિ છે એમનું ઈસટાગ્રામ આઈડી keshri.keshri.5667 છે…
એમની યાત્રા શુભ રહે તેવું ઇચ્છીયે…




