16 વર્ષ બાદ સા. ન્યાય સમિતિ ચેરમેન ભીમજીભાઈ બેડવાની સતત રજૂઆતો સફળ
મોરબી જિલ્લા માઈનોરિટી કોંગ્રેસના મહામંત્રી નિમાયા
વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામમાં વર્ષ 2010 ની મફત પ્લોટ યોજના હેઠળ મંજૂર કરાયેલા 100 ચોરસ વારના પ્લોટોના કુલ 22 લાભાર્થીઓને છેલ્લા 16 વર્ષથી વાસ્તવિક કબજો મળ્યો ન હતો. આ મુદ્દે ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભીમજીભાઈ બેડવા દ્વારા રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગોમાં સતત રજૂઆતો કરવામાં આવતી હતી.




ભીમજીભાઈ બેડવાએ સતત અનુસરણ અને રજૂઆતો કરતા રાજ્ય સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જેના પરિણામે પ્રથમ તબક્કામાં લાભાર્થીઓને સ્થળ પર જ પ્લોટનો વાસ્તવિક કબજો સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી,
આ પ્રસંગે સર્કલ ઓફિસર અશોકભાઈ માલકિયા, તલાટી કમ મંત્રી મેરૂભાઈ આલ, ગામના સરપંચ હક્કાભાઈ માંડાણી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભીમજીભાઈ બેડવા તેમજ ગામના વરિષ્ઠ નાગરિકો પોલાભાઈ બેડવા, હેમંતભાઈ નાકિયા, સાદુલભાઈ સોરાણી, પુંજાભાઈ બેડવા, મૈસુરભાઈ બેડવા અને ખીમજીભાઈ બેડવા સહિત ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા…
મોરબી જિલ્લા માઈનોરિટી કોંગ્રેસના મહામંત્રી નિમાયા
મોરબી જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. મુસા ઓસમાનભાઈ વડાવરિયાને મોરબી જિલ્લા માઈનોરિટી કોંગ્રેસ કમિટીના મહામંત્રી તરીકે નિમણૂક આપવામાં આવી છે….

