કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઠીકરીયાળા મંજુર 100 ચો. વારના પ્લોટ ક્યારે ફાળવાશે?

ઠીકરીયાળા મંજુર 100 ચો. વારના પ્લોટ ક્યારે ફાળવાશે?

પ્લોટ નહીં ફાળવાતા ગ્રામ્યજનોમાં નારાજગી

વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામના લોકોને વર્ષ 2010 માં મંજુર કરવામા આવેલા 100 ચોરસ વારના પ્લોટ ફાળવવામા આવેલા નથી વારંવાર રજુઆત કરવા છતાં પ્લોટ ફાળવવામા આવ્યા નથી, ગ્રામ્યજનોમાં નારાજગી પ્રવર્તી રહી છે….

જાણવા મળ્યા મુજબ તા. ૧૨/૦૯/૨૦૦૮, ૩૦/૧૨/૨૦૧૦, ૨૩/૦૨/૨૦૧૦ ના રોજ ભરાયેલ વાંકાનેર તાલુકાની લેન્ડ કમિટીની મિટિંગ અને તેમાં મંજુર કરવામા આવેલ પ્લોટ તેમજ તાલુકા પંચાયત કચેરી, વાંકાનેરના ના. ઘરથાળ/વશી-૧૯૨ તા.૨૨/૦૨/૨૦૧૦ ના પત્રના સંદર્ભે ઠીકરીયાળા ગામે વર્ષ ૨૦૧૦ મા તાલુકા લેન્ડ કમિટી દ્વારા મફત પ્લોટ મંજુર કરવામા આવેલ છે જેનો આજદિન સુધી કબ્જો આપવામાં આવેલ નથી.
ભારતીય બંધારણમા આપવામાં આવેલ આર્ટિકલ ૨૧ હેઠળ ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાના બંધારણીય અને માનવ અધિકારોનું હનન થઇ રહ્યું છે. આવાસના અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જેથી ગ્રામ્યજનોના હક અને અધિકાર તેમજ માનવ અધિકારોના રક્ષણ માટેની તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે,
કુલ 27 ગ્રામ્યજનોને હજુ સુધી મફત પ્લોટનો કબ્જો કે કબ્જા પાવતી આપવામાં આવેલ નથી, મંજુર થયેલ આવાસ બનાવવા માટેના ઘરથાળના પ્લોટની ફાળવણી કરવામાં આવેલ નથી. આ મુદ્દે યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!