કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વીજલાઈન મામલે મીટીંગ અંગે ખેડૂતોનો વિરોધ

વીજલાઈન મામલે મીટીંગ અંગે ખેડૂતોનો વિરોધ

કલેકટર બેઠકમાં નહીં પહોંચ્યાના આક્ષેપો

બેઠક મામલતદારના અધ્યક્ષસ્થાને હોવાનું કલેકટરે જણાવ્યું

વાંકાનેર: મોરબી જીલ્લામાં વીજ લાઈન વળતર મામલો ખુબ ગાજી રહ્યો છે ખેડૂતોનો સતત વિરોધ અને આંદોલન જોવા મળી રહ્યા છે મોરબીમાં ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી પરિપત્ર માન્ય નથી તેવી રજૂઆત કરી હતી અને માંગણીઓ અંગે આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી તો ગઈ કાલે વાંકાનેર મામલતદાર કચેરીએ ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો હતો

વાંકાનેર મામલતદાર કચેરીએ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો કલેકટરની બેઠકમાં કલેકટર ના પહોંચતા ખેડૂતો રોષે ભરાયા હતા જય જવાન, જય કિસાન નારા લગાવી ખેડૂતો બેઠક છોડીને બહાર નીકળી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વીજ લાઈન મામલે ખેડૂતો સાથે કલેકટરની મીટીંગ યોજાનાર હતી પરંતુ કલેકટર જ પહોંચ્યા ના હતા જેથી ખેડૂતોએ વિરોધ કર્યો હતો જે મામલે જીલ્લા કલેકટર સ્વપ્નીલ ખરેનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોની બેઠક મામલતદારના અધ્યક્ષસ્થાને મળવાની હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!