કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગાયત્રી રોડ પરથી એસન્સ નાખેલ દારૂ મળી આવ્યો

ગાયત્રી રોડ પરથી એસન્સ નાખેલ દારૂ મળી આવ્યો

રૂ. ૮૦૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે

વાંકાનેર: અહીં વૃંદાવન સોસાયટી ગાયત્રી રોડ પર ફ્લેટમાં એક યુવાન પાસેથી ફ્લેવર/એસન્સ નાખેલ ફ્લેવરવાળો દેશી દારૂ તથા અન્ય સામગ્રી મળી મુદ્દામાલ કિ.રૂ. ૮૦૨૦૦/-નો પોલીસ ખાતાએ પકડી રાજકોટના એક શખ્સ સહિત બે જણા સામે ગુન્હો નોંધેલ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર વૃંદાવન સોસાયટી ગાયત્રી રોડ પર પાંચ માળીયા બિલ્ડીગમાં રહેલ પોતાના કબજા ભોગવટાવાળી ઓફીસ તથા ફ્લેટમાં રહેતા જીગ્નેશભાઈ હર્ધદભાઈ કારીયા (ઉ.38) પાસેથી પાસ પરમીટ વગર ફ્લેવર/એસન્સ નાખેલ ફ્લેવરવાળો દેશી દારૂ લીટર-૭૫ કી.રૂ.૧૫,૦૦૦/-તથા પ્લાસ્ટીકની કોફી કલરની ખાલી બોટલોના કાર્ટુન નંગ-૭૧ ખાલી બોટલો નંગ.૬૩૯૦ ઢાંકણા સહીત કી.રૂ. ૬૩૯૦૦/-તથા એસન્સની બોટલ નંગ-૫ તથા પ્લાસ્ટીકનું મોટુ ટબ કિ.રૂ.૩૦૦/- તેમજ ઢાંકણાવાળી ડોલ નંગ-૧૦ કિ.રૂ. ૧૦૦૦/-ગણી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૮૦૨૦૦/-નો મુદ્દા માલ સાથે રેઇડ દરમ્યાન વેચાણ કરવાના ઇરાદે હાજર મળી આવેલ તેમજ નહી મળી આવેલ સલીમભાઇ રહે, બજરંગવાળી, રાજકોટ વિરુદ્ધ એકબીજાની મદદગારી કરી મજકુર ઇસમોએ પ્રોહી,કલમ ૬૫-ઇ, ૮૧ મુજબનો ગુન્હો નોંધાયો છે…

કાર્યવાહી આર્મ એ.એસ.આઇ. વાંકાનેર સીટી પો.સ્ટે. ના ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ હ રભમજી ઝાલા, વિશ્વરાજસિહ પ્રવિણસિંહ ઝાલા, પો,કોન્સ, દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસ તથા હીતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!