એકનું મરણ બીજાને ગંભીર ઇજા
કાર ચાલકે અચાનક વળાંક લીધેલ
આશિયાના રોડ પર રહેતા બ્રાહ્મણ શખ્સને ગંભીર ઇજા
વાંકાનેર: અહીં હસનપર બ્રીજ ઉપર ડબ્બલ સવારી મોટર સાયકલને કારખાને જતા હતા ત્યારે ત્યારે મોટર સાયકલ આગળ જતી ફોર વ્હીલ કારના ચાલકે રોડ પર અચાનક વળાંક લેતા ફોર વ્હીલ કાર મોટર સાયકલ સાથે અથડાતા એકનું મરણ થયેલ છે, અને બીજાને માથામાં ગંભીર ઇજા થતા સારવાર હેઠળ છે…


જાણવા મળ્યા મુજબ વાંકાનેર જીનપરા આશીયાના રોડ પર રહેતા અને જુનાગઢ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા રવિભાઇ મુકેશભાઇ જોષી (ઉ.વ.૨૧) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા. ૧૩/૦૭/૨૦૨૬ ના રોજ રાત્રીના દસેક વાગ્યે નેશનલ મીનરલ્સ કારખાનામાં કામ કરતા સદાકતખાન સાથે ફરિયાદીના પિતા મુકેશભાઈ મોટરસાયકલ રજી નંબર જીજે-૩૬-એન-૪૦૬૧ વાળામાં બેસી કારખાને જવા માટે નીકળેલ જે બન્નેનુ હસનપર બ્રીજ ૫ર હાઈવે રોડ પર વાહન અકસ્માત થયેલ જેમાંથી મુકેશભાઈને રાજકોટ સરકારી દવાખાને લઇ ગયેલ, ફરિયાદી અને એમના માતા માધવીબેન તથા કુટુમ્બીભાઈ લાલાભાઈ વાંકાનેરથી રાજકોટ સરકારી દવાખાને આવેલ

બાદ નેશનલ મીનરલ્સ સુપરવાઇઝર કાન્તીભાઈએ જણાવેલ કે સદાકત મોટર સાયકલ ચલાવતો હતો ત્યારે હસનપર બ્રીજ ઉપર એક ફોર વ્હીલ કાર રજી નંબર જીજે-૩૬-એપી-૮૨૨૧ વાળાના ચાલકે પોતાની કાર અચાનક રોડ પર વળાંક વાળવા જતા ગાડીની રોડની વચ્ચે આવી જતા સદાકતભાઈ ખાનની મોટર સાયકલ ફોર વ્હીલ કાર સાથે અથડાતા બન્નેને ઇજા થયેલ હતી અને સદાકતખાનને ગંભીર ઇજા થયેલ જેને સરકારી દવાખાને વાંકાનેર ખાતે લઇ જતા ડોકટરશ્રીએ તેને મરણ ગયેલ જાહેર કરેલ ફરિયાદીના પિતા મુકેશભાઈને માથાના ભાગે હેમરેજની ઇજા થયેલ હોય જેથી તેને ઇમરજન્સી વોર્ડમાંથી ન્યુરો આઈ.સી.યુ.વિભાગમાં દાખલ કરેલ છે
પોલીસ ખાતાએ ગુનો ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩૨૦૨૩ની કલમ ૨૮૧,૧૦૬(૧), ૧૨૫(એ-બી) તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
