ફેકટરીમાં રેકડો વાયર ઉપર આવી જતા વીજ શોકથી મૃત્યુ
વાંકાનેર : તાલુકામાં અકસ્માતમાં અપમૃત્યુના બે બનાવ બન્યા છે, પ્રથમ બનાવ સરતાનપર રોડ પર ટ્રકનો લોખંડનો જોઈન્ટ માથા પર પડતા અને બીજા બનાવમાં માટેલ રોડ પર ફેકટરીમાં રેકડો પંખાના વાયર ઉપર આવી જતા વીજ શોક લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું.




વાંકાનેર : તાલુકાના સરતાનપર રોડ પર ગત તા.21 ના રોજ રાત્રીના સમયે ટિટા ચોકડી પાસે ટ્રક નીચે કામ કરતી વેળાએ ટ્રકનો લોખંડનો જોઈન્ટ માથા પર પડતા મોરબીના મકનસર ગામે રહેતા પીયૂષભાઈ ભીખુભાઈ ભેરડા (ઉ.22) નામના યુવકને પ્રથમ રફાળેશ્વર ખાતે આવેલ ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા હતા ત્યારે રસ્તામાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ઈન ડિઝાઈન સિરામિક ફેકટરીમાં લોડિંગ વિભાગના કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની રેહાન કલ્લુભાઈ શાહ (ઉ.19) ગઈ કાલે લોડિંગ વિભાગમાં કામ કરતા હતા ત્યારે રેકડો પંખાના વાયર ઉપર આવી જતા વીજ શોક લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

