ઘાયલ યુવાન રાજકોટ દવાખાનામાં
વાંકાનેરમાં રહેતાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.



જાણવા મળ્યા મુજબ, વાંકાનેરમાં રેલવે સ્ટેશન પાસે ફુટપાથ પર ઉભેલા હરેશ વલ્લભભાઈ વાઘેલા (ઉ.25) સાંજના સમયે અલી અને અકબરે ગાળો બોલવાની ના પાડતા ઝઘડો કરી ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
હરેશના કહેવા મુજબ પોતે ત્રણ બહેન અને ચાર ભાઇમાં નાનો અને કુંવારો છે, પોતે પતરા ચડાવવાનું મજૂરી કામ કરે છે રાજકોટ હોસ્પિટલ ચોકીના પોલીસ સ્ટાફે આ અંગે વાંકાનેર જાણ કરી હતી…

