કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ખખાણામાં બે મહિલા પર ચાર જણાનો હુમલો

ખખાણામાં બે મહિલા પર ચાર જણાનો હુમલો

કીચડ ઉડવા બાબતે થયેલ બોલાચાલી કારણભૂત

નવાપરાના યુવાને ફિનાઈલ પી લીધું
ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો

વાંકાનેર: તાલુકાના ખખાણામાં અગાઉ સાત આઠ દિવસ પહેલા માર્ગમાં ગારો (કીચડ) ઉડવા બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબતની દાઝ રાખી આરોપીઓએ ફરીયાદી મહિલાના ધર પાસે આવી ગાળો બોલી લોખંડના પાઇપ તથા લાકડી (ધોકા) વડે ફરીયાદીને કપાળ પર તથા તેમના સાસુને પગ પર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી સ્કુટીને નુકશાન કરવાની ફરિયાદ નોંધાઈ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ખખાણા ગામના હેતલબેન અનીલભાઇ રાધવભાઇ થોરીયા (ઉવ ૨૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે એમના પતિ આયસર ગાડીનુ ડ્રાઇવીંગ કરે છે, તા.૦૮/૦૭/૨૦૨૬ ના રાતના પોતે, એમના સાસુ રતનબેન, એમના દેરાણી હર્ષાબેન વસંતભાઇ અને એમના દીયર અમીતભાઈ રાત્રે વાળુ કરતા હતા ત્યારે ધરની આગળ પતરાના સેડ ઉપર અવાજ આવતા પોતે તથા એમના સાસુ રતનબેન બહાર આવતા ત્યાં ખખાણા ગામના (1) સુરેશભાઇ ગોવિદભાઈ ગોધાણી (2) સંજયભાઇ સંગ્રામભાઈ ગોધાણી (3) કરણભાઇ સંગ્રામભાઇ ગોધાણી તથા (4) રવિભાઇ સંગ્રામભાઈ ગોધાણી હતા, સાસુ-વહુએ પાણાના ધા કરવાનું કારણ પૂછતાં ચારેય જણા ઉશ્કેરાઇ ગયેલ અને ફરિયાદી મહિલાનેસંજયભાઇએ લોખંડના પાઇપનો ધા કપાળ પર મારતા તે નીચે પડી ગયેલ અને એમના સાસુને સુરેશભાઈએ પગમાં લોખંડના પાઇપ મારેલ
દેકારો થતા એમના દેરાણી હર્ષાબેન તથા દીયર અમીતભાઇ ત્યાં આવતા રવિભાઈ તથા કરણભાઈ નવા સ્કુટી મોટર સાયકલ પર ધા કરવા લાગેલ
ગામના માણસો ભેગા થઇ ગયેલ અને ૧૧૨ માં પોલીસમાં ફોન કરતા સામેવાળા ત્યાંથી જતા જતા કોઇ ફરીયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ
૧૧૨ માં વાંકાનેર સરકારી હોસ્પીટલ સારવારમાં દાખલ કરેલ ફરિયાદીને કપાળમાં વાગેલ હોય વધુ સારવાર માટે રાજકોટ સરકારી દવાખામાં દાખલ કરેલ હતા
પોલીસ ખાતાએ ઉપરોક્ત ચારેય આરોપી સામે ગુન્હો- ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૧૧૫(૨, ૩૫૨, ૩૫૧(૨-૩) ૫૪, ૩૨૪(૨), જી,પી,એકટ કલમ ૧ ૩૫ મુજબ અને ગુન્હામાં એકબીજાને મદદગારી કરી મે. જીલ્લા મેજી.શ્રી મોરબી ના હથીયાર બંધી જાહેરનામાના ભંગનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

નવાપરાના યુવાને ફિનાઈલ પી લીધું
વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ ભરતભાઈ ધરોડિયા (ઉ.35) નામના યુવાને ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો
વાંકાનેર સિટી પોલીસે જીનપરા જકાતનાકા પાસે આવેલ ગોલ્ડન પોઇન્ટ કોમ્પ્લેક્સમાં સુહાના ટ્રેડર્સ નામની દુકાન આવેલ છે અને ત્યાંથી પ્રતિબંધિત ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપનું વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં ચેક કર્યું હતું ત્યારે સ્થળ ઉપરથી સાત નંગ ગ્લુ ટ્રેપ મળી આવતા પોલીસે 210 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને કલેકટરના જાહેરનામાના ભંગ સબબ વેપારી મકબુલભાઈ વલીમભાઈ માથકિયા (36) રહે. રાતીદેવળી તાલુકો વાંકાનેર વાળાની સામે ગુનો નોંધીને તેને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી….

Content Copying Forbidden !!

error: Content is protected !!