કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મોબાઈલમાં વિડિઓ ઉતારતી છોકરીને પાઇપ માર્યા

મોબાઈલમાં વિડિઓ ઉતારતી છોકરીને પાઇપ માર્યા

તીથવા લાલશાનગરની ઘટના

ડેલો ખખડાવી પરાણે ફળિયામાં ઘુસી ગયા
‘મુમતાઝને બવ પાવર છે આજે પાવર કાઢી નાખવો છે’

આરોપી બે તીથવાના: બે વાલાસણના

વાંકાનેર: તીથવા લાલશાનગર ધાર વિસ્તારમાં રહેતા પાડોશીએ બાજુના પાડોશીના ઘરનો દરવાજો પરાણે ખોલી તીથવાના બે અને વાલાસણના બે શખ્સોએ પ્રવેશ કરી ગાળો અને ધમકી આપવા લાગેલ મોબાઈલમાં વિડિઓ બનાવતી છોકરીના હાથ પર પાઇપ મારતા ઇજા કર્યાની ફરિયાદ થઇ છે….

કલાવડીના બોર્ડે આવેલ ડિજીટલ ઇલેક્ટ્રીક સ્ટોરની ઈદ સ્પેશિયલ ધમાકા ઓફર!

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના તીથવા લાલશાનગર ધાર વિસ્તારમાં રહેતા મુમતાઝબેન સલીમશા ઇસ્માઇલશા શાહમદાર (ઉવ.૪૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારા પતિ રાજકોટમાં સીક્યુરીટીમાં નોકરી કરે છે અમારે તીથવા ગામના ઝાપા પાસે સ્કુલની સામે નાસ્તાની દુકાન છે ગઇ તા.૩૦/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રીના અચાનક જ અમારા મકાનનો મેઇન શેરી તરફનો ડેલો જોર-જોરથી ખખડાવવા લાગેલ, જેથી અમારા ઘરની સીડીના પગથીયા ચડી બહાર શેરીમાં જોતા બે માણસો અને એક ક્રેટા ગાડી નંબર GJ-03-ML-2019 ઉભેલ હતી, તે બંન્ને બેફામ ગાળો આપી દરવાજો ખોલવા કહેતા અને તેઓ ઝઘડો કરવા આવેલાનુ જણાતુ હોય ખોલેલ નહી
તે લોકોએ જોર જોરથી ધક્કા મારતા દરવાજો ખુલી ગયેલ અને ફળીયામાં આવી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને તે દરમ્યાન પાછળથી અમારા પાડોશી યુનુશભાઈ હાલા તથા તેના પત્નિ યાસ્મીનબેન હાલા પણ આવેલ, યાસ્મીનબેને એમ કહેલ કે ‘સમીર, આ મુમતાઝને બવ પાવર છે આજે પાવર કાઢી નાખવો છે’
સમીર નામના વ્યક્તિ કે જે જાડો અને ઉંચો હોય તેને મારી દિકરી મોબાઇલમાં વિડીઓ ઉતારવા જતા તેને જમણા હાથે ખંભા પાસે બે વખત જોરથી પાઇપ મારેલા અને એમ કહેલ કે ‘તમે જો યાસ્મીનબેન સામાં જોયુ કે બોલ્યા છો કે તેના ઘર સામુ જોયુ તો તમને પતાવી દઇશ- આવા તો મેં કેટલાયને મારેલા છે’ દેકારો સાંભળતા અમારા બાજુમાં રહેતા મારા ભાઈની દિકરી સાનીયા જાકીરભાઈ રાઠોડ કે જે પ્રેગનેન્ટ હોય પીયરમાં આવેલ હોય તે વધુ ઝઘડો થતા અટકાવવા વચ્ચે પડતા તેને મુસ્તાકે ઢીકાપાટુ મારી ધક્કો મારી પાડી દિધેલ આ દરમ્યાન મારો દીકરો મારા મોટાભાઈ રહીમભાઈને બોલાવી લાવતા અને બીજા માણસો ભેગા થઇ જતા તે લોકો ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા આપતા ત્યાંથી ગાડી લઈ અને ભાગી ગયેલ
તેવામાં મારા ભાઈ મહેબુબભાઇ તથા મારે ભત્રીજો સાહીલ અનવરશા આવી ગયેલ અને બાદમાં મારી દિકરીને પાઇપ વાગતા તેમજ સાનીયાને પણ શરીરમાં દુખાવો થતો હોય જેથી ૧૦૮ માં હું તથા મારો દીકરો ઇરફાન, મારી દિકરી જસ્મીન તથા સાનીયાને સારવાર કરાવવા માટે વાંકાનેર લઇ ગયેલા વધુ સારવાર માટે રાજકોટ સારવાર કરાવેલ હતી.
પોલીસ ખાતાએ (1) યુનુશભાઈ કાળુભાઇ હાલા તીથવા (2) યાસ્મીનબેન યુનુશભાઇ હાલા તીથવા (3) સમીરભાઈ આદમભાઇ દલપોત્રા વાલાસણ અને (4) મુસ્તાકભાઇ ઉર્ફે મુસો હાજીભાઇ દલપોત્રા વાલાસણવાળા સામે ગુન્હો ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ નીકલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪,૩૩૩ અને જી.પી, એક્ટ કલમ-૧૩૫ મુજબ, સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી મમ્હે.જી લ્લા મેજી,સા ના હથીયારબંધીના જાહેરનામાનો ભંગનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!