ફરિયાદી નગરપાલીકામાં હેડ કલાર્ક
દસેક વર્ષ પહેલા છોકરી બાબતે માથાકુટ થયેલ
વાંકાનેર: આંબેડકરનગર શેરી નં-૦૪ માં રહેતા ફરીયાદીને આરોપી સાથે દસેક વર્ષ પહેલા છોકરી બાબતે માથાકુટ થયેલ જે બાબતનો આરોપીઓએ ખાર રાખી એકસંપ કરી લોખંડના પાઇપ અને છરી વડે ઇજા કાર્યની ફરિયાદ નોંધાઈ છે…





























જાણવા મળ્યા મુજબ વાંકાનેર આંબેડકરનગર શેરી નં-૦૪ માં રહેતા રાજેશભાઈ કેશુભાઈ પરમાર (ઉ,વ-૪૧) એ ફરીયાદમાં લખાવેલ છે કે હું નગરપાલીકામા હેડ કલાર્ક તરીકે ફરજ બજાવુ છું, ગઈકાલ તા,૨૬/૦૫/૨૦૨૬ ના રાત્રીના હું તથા મારા સંબંધી મોહીત ઉર્ફે રોહીત ગીરીશભાઇ ચાવડા બંને ભરતભાઇ બોસીયાનું એક્ટીવા સ્કુટર જેના રજી.નં.જીજે-૦૩-પી-૬૩૫૪ લઈને આંબેડકરનગર ચોકમાં ઠંડુ પીવા માટે જતા હતા તે વખતે આંબેડકરનગર શેરી નં.૩ માં પહોંચતા સામેથી એક આઇ-૨૦ ફોરવ્હીલ કારમાંથી કરણભાઈ રમેશભાઇ સારેસા તથા સાહીલ મનુભાઈ વાઘેલા લોખંડના પાઇપ લઈને ઉતરેલ અને કરણ સારેસાએ મને કહેલ કે ‘તું મોહીત સાથે કેમ રખડશ?’ મને ગાળો આપી કરણ સારેશાએ ડાબા હાથમાં પાઇપ અને જમણા હાથમાં તથા બંને પગમાં લોખંડના પાઇપ મારવા લાગેલ અને ચિરાગભાઇએ મને છરી વડે ડાબા હાથમાં અંગુઠા પાસે ઘા કરી ઈજા કરેલ અને ત્યાર બાદ સિધ્ધાર્થ ઉર્ફે કાનો નરેશભાઈ સારેસા, અજયભાઈ વાઘજીભાઈ સુમસરા તથા સાહીલ મનુભાઇ વાઘેલાએ પણ લોખંડના પાઇપ મારવા લાગેલ
મારી સાથે મોહીતભાઈ ગીરીશભાઇ ચાવડાને આ ચિરાગભાઈ મુળજીભાઈ બોસીયાએ છરી વડે ડાબા હાથની કોણી પાસે ઘા મારેલ તથા સાહીલભાઈ મનુભાઈ વાઘેલા, અજયભાઈ વાઘજીભાઈ સુમેસરા, કરણભાઈ સારેસા તથા સિધ્ધાર્થ ઉર્ફ કાનો નરેશભાઈ સારેસાએ પાઇપ મારવા લાગેલ, આ પાંચેક વ્યકિતઓએ એક સંપ કરી જેમ ફાવે તેમ ગાળો આપી મને તથા મોહીતને જાનથી મારી નાખીશુ તેમ ધમકી આપતા હતા અને તે વખતે મારા કાકા સામજીભાઈ વજાભાઈ પરમાર, મારા કાકાના દિકરા ભાઈ નરેન્દ્રભાઈ સામજીભાઈ પરમાર તથા મારા કાકા અમીતભાઈ મોહનભાઇ પરમાર આવી જતા આ લોકો ત્યાંથી જતા રહેલ
બાદમાં ૧૦૮ માં મને તથા મોહીતને વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે લાવેલ અને પછી રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરેલ હતા
આ બનાવનુ કારણ એવુ છે કે આજથી આશરે દસેક વર્ષ પહેલા મારે આ કરણ સારેસા સાથે છોકરી બાબતે માથાકુટ થયેલ, જે બાબતે અમારે સમાધાન થઇ ગયેલ હતુ જેનો ખાર રાખી મને ઇજા કરેલ છે
પોલીસ ખાતાએ (1) કરણભાઈ રમેશભાઈ સારેસા (2) સાહીલ મનુભાઇ વાઘેલા (3) ચિરાગભાઈ મુળજીભાઇ બોસીયા (4) અજયભાઈ વાઘજીભાઈ સુમેસરા અને (5) સિધ્ધાર્થ ઉર્ફ કાનો નરેશભાઈ સારેસા વિરુદ્ધ ગુન્હો-બી.એન.એસ. કલમ-૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૧)-(૨), ૧૧૭(૨), ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ તથા મહે,જિલ્લા મેજી,સા, મોરબીના હથિયાર બંધિ જાહેરનામાનો ભંગની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

