કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

આંબેડકરનગરમાં બે યુવાનો પર છરી/ પાઇપથી હુમલો

આંબેડકરનગરમાં બે યુવાનો પર છરી/ પાઇપથી હુમલો

ઈજાગ્રસ્ત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ

વાંકાનેર: આંબેડકર નગર શેરી નંબર 4 માં રહેતા રાજેશભાઈ કેશુભાઈ પરમાર (ઉંમર વર્ષ 40) ગઈ કાલે રાત્રે 9=30 વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે હતા ત્યારે કરણ અને સાહિલ તેમજ તેમની સાથેના અજાણ્યા માણસોએ પાઇપ અને છરી વડે હુમલો કરતા રાજેશને માથે અને શરીરે ઈજા થતાં વાંકાનેરની સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા.

રાજેશભાઈ અને પરિવારજનોએ જણાવ્યા મુજબ, રાજેશભાઈ ગઈકાલે જોડીયા ગયા હતા. ત્યાંથી તેમના ભાઈના સાળા રોહિત ગીરીશભાઈ ચાવડા (ઉંમર વર્ષ 25) સાથે પરત બાઈક ઉપર બેસીને વાંકાનેર આવ્યા હતા. ઘરે પહોંચતા સામેવાળા કરણ સારેસા અને સાહિલ વાઘેલાએ હુમલો કરી દીધો હતો.

પ્રાથમિક મળેલ માહિતી મુજબ પહેલા બાઈક સાથે બાઈક અથડાવ્યું હતું. જૂની કોઈ માથાકૂટમાં હુમલો થયાનું અનુમાન છે. રાજેશભાઈ બે ભાઈ અને ત્રણ બેનમાં નાના છે. તેને સંતાનમાં એક પુત્ર છે. સાત મહિનાથી બીમાર હોવાથી તેઓ હાલ કોઈ કામ ધંધો કરતા નથી. વાંકાનેર સિટી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી….

Content Copying Forbidden !!

error: Content is protected !!