કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

પલાંસડી, અરણીટીંબા, સરતાનપર, આણંદપરના નશાની હાલતમાં બાઈક ચલાવતા પકડાયા

વાંકાનેર: સરતાનપર ગામની સીમમાં આવેલ સિરામિકમાં રહીને મજુરી કરતા યુવાનને વતનમાં જવું હોય અને મનમાં લાગી આવતા પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું

જાણવા મળ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની હાલ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં રવિ સ્ટોન માઈક્રોન સિરામિકની લેબર કોલોનીમાં રહીને મજુરી કરતા સચિન રૂમાલભાઈ બારિયા (ઉ.વ.૨૨) નામના યુવાને તા. ૨૯ ના રોજ પોતાની રૂમ બંધ કરી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાનને વતન યાદ આવતું હતું અહી બરાબર ગમતું ના હતું અને વતનમાં જવું હોય જેથી મનમાં લાગી આવતા અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

પલાંસડી, અરણીટીંબા, સરતાનપર, આણંદપરના નશાની હાલતમાં બાઈક ચલાવતા પકડાયા
(1) પલાંસડીના કેશુભાઈ બચુભાઈ પીપરીયા (ઉ.49) હિરો એચ.એફ.ડિલક્સ રજી.નં. જીજે-૩૬-ક્યુ-૭૭૯૮૭૭૯૮કી.રૂ.૨૫૦૦૦/- વાળુ વગર ડ્રાઇવીંગ લાયસન્સે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં ડ્રાઇવીંગ કરતા મળી આવતા (2) અરણીટીંબાના મોતીભાઈ મનસુખભાઇ ડાભી (ઉ.32) હિરો સ્પેલન્ડર પ્લસ કી.રૂ.15000/- વાળુ વગર ડ્રાઇવીંગ લાયસન્સે પ્રવાહી પીધેલ હાલતમાં ડ્રાઇવીંગ કરતા મળી આવતા (3) સરતાનપરના ડાયાભાઇ ગાંડુભાઇ ઉડેસા (ઉ.32) હિરો સ્પેલન્ડર પ્લસ કી.રૂ.15000/- વાળુ વગર ડ્રાઇવીંગ લાયસન્સે પ્રવાહી પીધેલ હાલતમાં ડ્રાઇવીંગ કરતા મળી આવતા (4) આણંદપરના કરસન રઘુભાઇ કેરવાડીયા (ઉ.32) હિરો સ્પેલન્ડર પ્લસ કી.રૂ.10000/- વાળુ વગર ડ્રાઇવીંગ લાયસન્સે પ્રવાહી પીધેલ હાલતમાં ડ્રાઇવીંગ કરતા મળી આવતા પોલીસ ખાતાએ એમ.વી.એકટ કલમ ૧૮૫,૩-૧૮૧ પ્રોહી કલમ-૬૬(૧)બી,મુજબ ગુન્હો નોંધેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!