કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગેસના બાટલાઓનું ગેરકાયદેસર રીફીલીંગ કરતા પકડાયો

ગેસના બાટલાઓનું ગેરકાયદેસર રીફીલીંગ કરતા પકડાયો

આરોપી તરીકે ઢુવામાં દુકાન ધરાવતો વાંકિયાનો શખ્સ

રૂ.૪૩૬૫૦/-નો મુદ્દામાલ કબ્જે

વાંકાનેર: તાલુકાના વાંકિયા ગામના શખ્સને ઢુવા એ કે હોટલ નીચે પોતાની દુકાનમાં ગેરકાયદેસર ગેસના બાટલાઓ રીફલીંગ કરતા એસઓજી- મોરબીએ પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે….

જાણવા મળ્યા મુજબ વાંકિયા ગામનો બાવરા હનીફ હુસેન નામનો શખ્સ ઢુવા એ કે હોટલ નીચે પોતાની દુકાનમાં કોમીર્શયલ (ઘર વપરાશ) ગેસના બાટલાઓ ગેરકાયદેસર રીતે રાખી અન્ય બાટલામાં નોજલ વડે ગેસ રીફીલીંગ કરી પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમમાં મુકાય તેમ જાણતો હોવા છતા જ્વલનસીલ પદાર્થ અંગે બેદરકારી દાખવી તેમજ કોઇઅગ્નિશામક સાધન સામગ્રી તેમજ ફાયર સેફ્ટીના સાધનો નહી રાખી કોઇ પણ પ્રકારના અધિકારીની મંજુરી લીધા વગર આર્થિક લાભ મેળવવા સારુ પોતાના કબ્જામા ગો ગેસ કંપનીના કોમર્શીયલ ખાલી તથા ભરેલ બાટલા મળી કુલ બાટલા નંગ-૧૩ કુલ કી.રુ. ૨૨,૫૦૦/-તથા પુરે ગેસ કંપનીના લાલ કલરના ગેસ ખાલી કોમર્શીયલ બાટલો નંગ ૦૨ કુલ કી.રૂ. ૩૦૦૦/- તથા સુપર ગેસ કંપનીના લાલ કલરના ગેસ ખાલી તથા ભરેલ કોમર્શીયલ બાટલો નંગ ૦૬ તથા કુલ કી.રૂ.૧૦,૮૦૦/- તથા કેપ્સન કંપનીના લાલ કલરના ગેસના ખાલી કોમર્શીયલ બાટલા નંગ ૦૪ કુલ કી.રૂ.૬૦૦૦/- ગણી શકાય તથા ઇલેકટ્રીક ડીજીટલ વજન કાંટા નંગ-૧ કી.રૂ. ૧૦૦૦/- તથા સદરહુ ગેસના બાટલા રીફલીંગ કરવાની નાની પીતળ ની નીપલ નંગ-૬ તથા મોટી નીપલ નંગ-૧ કુલ કિ.રુ. ૩૫૦/- કુલ મુદ્દામાલ ની કી.રૂ.૪૩૬૫૦/-નો મુદ્દામાલસાથે પકડાઈ જતા ગુન્હો બી.એન.એસ, અધીનીયમ-૦ર૦૩ ની ૨૮૭ તથા આવશ્યક ચીજ-વસ્તુ અધીનીયમ ૧૯૫૫ ની કલમ ૩, ૭ મુજબ એસઓજી મોરબીએ નોંધેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!