છ જણા લાકડીઓ લઇ ઘરે ધસી આવ્યા
‘આજે તો તું બચી ગયો છે, પણ ગમે ત્યાં ભેગો થઇશ તો તને જાનથી મારી નાખીશ’
વાંકાનેર: તાલુકાના દીઘલીયા ગામે ફરીયાદીના ઘર પાસે બાજુમાં ગ્રામ પંચાયતનો પાણીનો અવાડો આવેલ છે, ત્યાં દીઘલીયાનો એક શખ્સ ઢોરને પાણી પાવા આવતા અવાડામાં પાણી ઓછુ હોય જેથી તે શખ્સ ફરિયાદીના ભાઈના માતાને ગાળો બોલતો હોય તે ફરિયાદીના પણ માતા થતા હોય ત્યાં હાજર ફરિયાદીના પત્નિએ આરોપીને ગાળો નહી બોલવા અને જે રજુઆત હોય તે સરપંચના ઘરે જઈ કરવા કહેતા જે સારૂ નહી લાગતા તેનો રોષ રાખી આ કામના આરોપીઓ હાથમાં લાકડીઓ લઈ આવી મોટે મોટેથી ભુંડાબોલી ગાળો આપી ફરીયાદીના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામના અબ્દુલભાઇ સાવદીભાઈ ખોરજીયા (ઉ.વ.૪૨) ફરિયાદમાં લખાવેલ છે કે મારા પરિવારમાં હું તથા મારી પત્ની રુકશાનાબેન મારા પિતા સાવદીભાઈ હાજીભાઈ સંયુકત કુટુંબમાં રહીએ છીએ, મારે દીકરો ઝફરુદીન (ઉ.વ .૨૨), દિકરી નુસરતબેન (ઉ.વ.૧૯) તથા દિકરો ગુલામકાસીમ (ઉ.વ.૧૭) છે. મારા મોટા ભાઈ રસુલભાઈના પત્ની રસીદાબેન સરપંચ છે.
ગઇ તા. ૨૦/૦૪/૨૦૨૬ ના મારા ઘર પાસે પાણીનો અવાડો હોય ત્યાં સામતભાઈ માલ ઢોરને પાણી પીવડાવા લાવેલ હતા, ત્યારે અવાડામાં પાણી ઓછું હોઈ સામતભાઈ સરપંચ રસીદાબેનના પતિ રસુલભાઇના માતાને જેમ ફાવે તેમ ગાળો આપતા હોય જેથી મારી પત્નીએ ‘સરપંચના માતા તથા મારી માતા એક જ થાય, તમારે જે પણ કોઈ પ્રશ્ન હોય સરપંચના ઘરે જઈ જણાવો’ તેમ કહેલ, ત્યારબાદ 

રાત્રીના દશેક વાગ્યાના અરસામાં અમારા ઘરે સામે વાળા છ આરોપીઓ લાકડીઓ લઇને આવેલા અને અમોને ગાળો બોલતા હતા, આ વખતે આજુબાજુના માણસો આવી જતા તે માણસોએ તેમને રોકેલા, પ્રવીણભાઇએ મારા દિકરા ઝફરુદીને જતા જતા કહેલ કે, ‘આજે તો તું બચી ગયો છે, પણ ગમે ત્યાં ભેગો થઇશ તો તને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપેલ હતી.
ત્યારબાદ તમામ માણસો ત્યાંથી જતા રહેલ હતા. અમારે સમાધાનની વાતચીત ચાલતી હોય પરંતુ સમાધાન ના થતા જેથી આજરોજ મારા મિત્ર શેરસિયા આરીફભાઈ સાથે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવા આવેલ છીએ.
પોલીસ ખાતાએ (1) સામતભાઈ ખેંગારભાઈ (2) પ્રવીણભાઈ સામતભાઇ (3) મહેશભાઈ સામતભાઈ (4) લાખાભાઈ ખેંગારભાઈ અને પાછળથી આવેલા (5) જયપાલભાઈ લાખાભાઈ અને (6) મહિપાલભાઈ લાખાભાઇ વિરુદ્ધ બી,એન,એસ કલમ- ૩૫૧(૩), ૩૫૨,૫૪૫૪ તથા જી, પી, એક્ટ કલમ, ૧૩૫ મુજબ તથા આપી ગુન્હામા એકબીજાની મદદગારી કરી મહે. જીલ્લા, મેજી.સા. મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
