રૂ. ૧૦,૩૦૦/-નો મુદામાલ કબ્જે
ભમરીયા કુવા પાસે હુસેની ગેસ રીપેરના માલિક સામે કાર્યવાહી
વાંકાનેર: અહીં ભમરીયા કુવા પાસે હુસેની ગેસ રીપેર નામની દુકાનમાં ગેર-કાયદેસર રીતે એલ.પી.જી.ગેસ ભરેલ બાટલાઓમાંથી અલગ અલગ બાટલાઓમાં નળી તથા રેગ્યુલેટર મારફતે ગેસ રીફીલીંગ કરતા લાલ કલરના બાટલા નંગ-૩ તથા ઇલેકટ્રીક ડીજીટલ વજન કાંટો-૧ તથા ગેસ રીફીલીંગ કરવા માટે ની નળી રેગ્યુલેટર સહીત-૧ કુલ મુદામાલ કીમત રૂ. ૧૦,૩૦૦/- સાથે પકડાઇ જતા ગુન્હો નોંધાયેલ છે….



જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં આવેલ ભમરીયા કુવા પાસે મળેલ અરજીના આધારે તપાસ કરતા અલીભાઇ ફકરૂદીનભાઇ મીઠાઇવાલા (ઉવ.૩૬) રહે. વોરાવાડ, નવાપરા, જે.કે.ટેલરની સામે વાળાની દુકાનમાં ગો ગેસ કંપનીઓના કોમર્શીયલ ગેસના બાટલાઓ તેમજ એક મોટર જે મોટરો સાથે એક રેગ્યુલેટર સાથેની પાઈપો ફીટ કરેલ તેમજ ઇલેકટ્રીક મોટરોની બાજુમાં એક ઇલેકટ્રીક વજનકાંટો પડેલ હતો. ગેસ રીફલીંગના સાધનો તથા ગેસના બાટલાઓ રાખવા અંગે કોઇ પાસ પરમીટ કે લાયસન્સ નહોતું, અને દુકાનમાં મુદ્દામાલ રાખવા અગ્નિશામક સાધન સામગ્રી વ્યવસ્થા પણ નહોતી, પોલીસ ખાતાએ ગો ગેસ કંપનીના કો મર્શીયલ ખાલી તથા ભરેલ બાટલા મળી કુલ બાટલા નંગ-૩ કુલ કી.રુ. ૬૩૦૦/- તથા ઇલેકટ્રીક મોટર પાઈપ સાથેની મોટર નંગ-૧ કી.રૂ.૩૦૦૦/-ડીજીટલ ઇલેકટ્રીક વજન કાંટા નંગ-૧ કી.રૂ. ૧,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ ની કી.રૂ.૧૦,૩ ૦૦/-નો મુદ્દામાલ કબજે લીધેલ છે. માણસોની જીંદગી જોખમમાં મુકાય તેમ હોવા છતા જ્વલનસીલ પદાર્થ અંગે બેદરકારી દાખવી તેમજ કોઈ અગ્નિશામક સાધન સામગ્રી તેમજ ફાયર સેફ્ટીના સાધનો નહી રાખી ઉપરોક્ત મુદ્દામાલ રાખી પકડાઈ જઈ ગુનો બી.એન.એસ.૨૦૨૩ ની કલમ ૨૮૭ તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ ૩,૭ મુજબ ફરિયાદ નોંધાયેલ છે…
કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટે.ના અના,પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ હરીચંદ્રસિંહ જાડેજા અને પો.કોન્સ હરીચંદ્રસિંહ અજમલસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી…

