કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઇનામી કૂપન સ્ક્રેચ કરાવી ઠગાઇ કરતી ટોળકી

એલ.પી.જી. ગેસના જથ્થામાં ગેરરીતિનો આક્ષેપ

કણકોટ પાસે ગેસ કંપનીના ઓડિટ દરમિયાન તફાવત સામે આવતાં ફરિયાદ નોંધાઈ

વાંકાનેર: તાલુકાના કણકોટ ગામ પાસે વાંકાનેર કુવાડવા સ્ટેટ હાઇવે પર સ્થિત કોન્ફીડન્સ પેટ્રોલીયમ ઇન્ડીયા લીમીટેડ કંપનીના પ્લાન્ટ ખાતે એલ.પી.જી. ગેસના જથ્થાની તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ પ્લાન્ટ ઇન્ચાર્જ સુરેશકુમાર ભેરૂલાલ મેઘવાલ રહે. હાલ વાંકાનેર મહાવિરનગર મુળ રહે.રાજસ્થાન તથા ઓપરેટર ઈલ્યાસ હુસૈનભાઈ પરમાર રહે, કણકોટ-૩ તા,વાંકાનેરની દેખરેખ હેઠળ ગેસ સ્ટોકની નોંધણી કરવામાં આવતી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. 17/04/2026 સુધીના ઓડિટ દરમિયાન સ્ટોક રેકોર્ડ મુજબ કુલ ૯૨ ટન ૬૫૬ કિ.ગ્રા એલ.પી.જી ગેસનો જથ્થો કિ.રૂ. ૧,૫૨,૮૮,૨૪૦ /નો સ્ટોકમાં તફાવત જોવા મળ્યો હતો. પ્લાન્ટ ઇન્ચાર્જ અને ઓપરેટર પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી હોવા છતાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહોતો. એલ.પી.જી. ગેસનો જથ્થો ઓછો હોવાનું સામે આવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. આ તફાવતને લઈને કંપની દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગેસના જથ્થામાં થયેલ આ તફાવત વિશ્વાસઘાત કરી જવાબદાર વ્યક્તિઓની બારોબર વેચી નાખવાની ગેરરીતિને કારણે થયો હોઈ શકે છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહિતા અધિનીયમ ૨૦૨૩ ની કલમ-૩૧૬(૪), ૫૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!