આરોપી તરીકે હાઉસિંગ કોલોનીમાં રહેતો શખ્સ અને અન્ય બે
વાંકાનેર: અહીંની નર્સરી ચોકડી થાન રોડ પર આવેલ જૈનકો રિફેક્ટરી પ્રા.લી.માં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા જનમ પરેશભાઈ શાહ રહે. ગુજરાત હાઉસિંગ કોલોની મિલ પ્લોટ બ્લોક નં 87 સામે રૂ. 56,59,793 ની ઉચાપત કર્યાની ફરિયાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ અંગે હર્ષદભાઈ હેમતરામ નિમાવતે ફરિયાદ નોંધાવી છે. આરોપીમાં સેન્ટ્રલ બેન્ક ખાતા નં 3542142947 અને એસબીઆઈ ખાતા નં 32105404985 ના ધારક તરીકે સામેલ છે…


ફરિયાદ મુજબ જનમ પરેશભાઈ શાહ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને કંપનીના બેંક ટ્રાન્ઝેક્શન તથા પેમેન્ટની જવાબદારી સંભાળતા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીના બેંક એકાઉન્ટમાંથી અન્ય બે એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેમાં એક સેન્ટ્રલ બેંકના એકાઉન્ટમાં રૂ. 42,95,315 તથા એસબીઆઈના એકાઉન્ટમાં રૂપિયા 13,64,478 જમા કરાયા હોવાનું જણાવાયું છે.

ફરિયાદ મુજબ કંપની તરફથી તપાસ કરતાં આ ટ્રાન્ઝેક્શન અંગે શંકા ઉભી થઈ હતી. બાદમાં બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબરની વિગતો ચકાસતા મામલો બહાર આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે વાંકાનેર સિટી પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા કલમ 316(5) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
