અન્ય બે જણાને ઇજા
આવતી કાલે બુધવારે પીપળીયા રાજ ખાતે જિયારત
વાંકાનેર: મોરબી હાઇવે પર આર.ટી.ઓ. કચેરીથી પરત ફરતા એક સી.એન.જી.રીક્ષા પલ્ટી મારી જતા તેમાં બેસેલ પીપળીયા રાજના એક યુવાનને ઇજા થતા એમનું મરણ નીપજેલ છે, રીક્ષા ચલાવનાર અને રિક્ષામાં બેસેલ અન્ય યુવાનને પણ સામાન્ય ઇજા થઇ હતી. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે આ અકસ્માતમાં મરણ જનાર ખેતી કામ કરતા હતા તેને સંતાનમાં એક દીકરો છે, જેને પિતાની છત્રછાયા ગુમાવી છે…


જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના યાકુબભાઇ અલાવદીભાઈ ભોરણીયા (ઉ.વ.૪૬) ૯૯૭૪૮ ૭૬૪૪૬ એ ફરિયાદમાં લખાવેલ છે કે તારીખ: ૧૦/૦૮/૨૦૨૬ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ફરિયાદીના મોટાભાઇ નઝીરહુશેનભાઈના દીકરા સાકીરભાઇનો ફોન આવેલ કે ‘હું તથા ભાઇ અકરમરજા તથા આપણા ગામના મકસુદભાઈ ફકરૂદીનભાઈ કડીવારની સી.એન.જી,રીક્ષા રજી. નંબર જીજે-૩૬-ડબલ્યુ-૩૦૯૩ વાળી લઇને મોરબી આર.ટી.ઓ કચેરી ખાતેથી પરત ઘરે આવતા હતા ત્યારે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર આઇ.બી.ઝા કારખાના પાસે મકસુદભાઈ પોતાની રીક્ષા ફુલ સ્પીડમાં ચલાવતા હોય જેથી સ્ટેરીંગ પરથી પોતાનો કાબુ ગુમાવતા રીક્ષા રોડ પરથી નીચે ઉતરી પલ્ટી મારી ગયેલ હોય એન મને સામાન્ય ઇજા થયેલ છે, અને અકરમરજાને પણ મુંઢ ગંભીર ઈજા થયેલ હોય અને કાંઈ બોલતા ચાલતા નથી અને રીક્ષા ચાલક મકસુદભાઈને પણ સામાન્ય મુંઢ ઇજા થયેલ છે. અને અમો ત્રણેય જણા એમ્બ્યુલન્સમાં વાંકાનેર સરકારી દવાખાને જઈએ છીએ તમે વાંકાનેર આવો’
આમ અકસ્માતની વાત કરેલ જેથી ફરિયાદી, શાહીદરજા ભોરણીયા, રસુલભાઈ વલીમામદભાઈ તથા અબ્દુલભાઈ અલાવદીભાઈ તથા અન્યો વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે આવેલ ફરિયાદીના ભત્રીજા અકરમરજા અબ્દુલભાઇ ભોરણીયા (ઉ.વ.૩૪) ને ડો.શ્રીએ જોઈ તપાસી મરણ ગયેલનું જાહેર કરેલ હતુ અને સાકીરભાઇને તથા રીક્ષા ચાલક મકસુદભાઈને શરીરે સામાન્ય મુઢ ઇજા થયેલ હોય જેથી તેને સારવાર આપી રજા આપી દેતા તેઓ ઘરે જતા રહેલ છે.
પોલીસ ખાતાએ સી.એન.જી. રીક્ષા ચાલક મકસુદભાઈ ફકરૂદીનભાઈ કડીવાર રહે. પીપળીયારાજ વાળાની વિરુદ્ધમાં ગુન્હો ભારતીય ન્યાય સંહીત ૨૦૨૩ ની કલમ-૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ) તથા એમ.વી. એકટ, કલમ-૧૭૭, ૧૮૪, મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

