એક રીક્ષા પાયલોટીગ કરતી હતી
નવા લુણસરીયા અને ભરવાડપરાના યુવાનોને પકડતી પોલીસ
વાંકાનેર: જીનપરા જકાતનાકે દેશીદારૂનો મોટો જથ્થો લઈ બાઉન્ટી તરફથી મોરબી તરફ લઇ જતા નવા લુણસરીયા અને ભરવાડપરાના બે યુવાનોને પોલીસ ખાતાએ રીક્ષાઓ સાથે કુલ મુદામાલ રૂ.૧.૧૫,૦૦૦ સાથે કાયદેસરની કાર્યવાહી કરેલ છે…

જાણવા મળ્યા મુજબ પોલીસ ખાતાને બાતમી મળેલ કે બે રિક્ષા બજાજ કંપનીની મેકસીમાં સી,એન,જી, એક રિક્ષા જેના રજી, નં, GJ-13-AV-2903 વાળી પાયલોટીગ કરતી હોય અને બીજી બજાજ કંપનીની મેકસીમાં સી.એન.જી. રિક્ષા GJ-36-U-3190 માં દેશીદારૂનો મોટો જથ્થો લઈ બાઉન્ટી તરફથી મોરબી તરફ જનાર છે આથી જીનપરા જકાતનાકા પાસે પોલીસે જાપ્તો ગોઠવતા (1) જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતો રમેશભાઈ ગોહેલ (ઉ.34) રહે. નવા લુણસરીયા અને (2) કાનો દાનાભાઈ ગમારા (ઉ.29) રહે. ભરવાડપરા ટાંકીવાળી શેરી વાંકાનેર વાળાને સી.એન.જી. રિક્ષા રજી. નં. GJ-13-AV-2903 જેની કી.રૂ.૪૦,૦૦૦/- વાળી પાયલોટીંગ કરતી હોય તથા સી.એન.જી. રિક્ષા રજી, નં, GJ-36-U-3190 કી.રૂ.૪૦,૦૦૦/- વાળીમાં પરમીટ કે આધાર વગર દેશી દારૂ લીટર-૧૭૫ કી.રૂ.૩૫,૦૦૦/-નો વેચાણ કરવાના ઈરાદે રાખી વાહનમાં હેરાફેરી કરી કુલ મુદામાલ રૂ.૧.૧૫,૦૦૦ સાથે પકડી ગુન્હો પ્રોહિ એકટ કલમ ૬૫૬૫ઈ, ૯૮(૨),૮૧ મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે…
કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ, વિજયસિંહ ચન્દ્રસિંહ પરમાર, પો.કોન્સ ઘનશ્યામભાઈ નાગજીભાઈ બાર તથા સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી…

