કોઠારીયા જવાના રસ્તે બાઈક લઇ જતો’તો
સરતાનપર રોડ ઉપર બાઈક- ટેમ્પો અથડાયા
વાંકાનેર: તાલુકાના કોઠારીયા જવાના રસ્તે વાંકાનેર નવાપરા સ્કુલની સામે રહેતો શખ્સ કેફીપીણું પીધેલ હાલતમાં મોટર સાયકલ જાહેર રોડ ઉપર લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો નોધાયો છે બીજા બનાવમાં સરતાનપર રોડ ઉપર બાઈક- ટેમ્પો અથડાતા ઇજા થતા સિવિલ હોસ્પીટલે સારવાર માટે લઇ ગયા હતા.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા જવાના રસ્તે બલવાનસિંગ ઉદલસિંગ રાજપુત (ઉ.40) રહે. વાંકાનેર નવાપરા સ્કુલની સામે ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફીપીણું પીધેલ હાલતમાં પોતાના હવાલા વાળુ હોન્ડા કંપનીનુ સાઇન મોટર સાયકલ રજી નંબર GJ-36-AS-3023 કિંમત રૂ.૨૫,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫,૧૮૧,૩ તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ નોધાયો છે..
સરતાનપર રોડ ઉપર બાઈક- ટેમ્પો અથડાયા
વાંકાનેર- મોરબી હાઇવે સરતાનપર રોડે બાઇક લઇને જઇ રહેલા કમલભાઇ પરમાર (ઉ.વ. 30) રહે. લીલાપર તા: મોરબી નું બાઇક રોડ ઉપર ટેમ્પો (મેટાડોર) સાથે અથડાતા ઇજાગ્રસ્ત થયેલા કમલભાઇને મોરબીની સિવિલ હોસ્પીટલે સારવાર માટે લઇ ગયા હતા.

