કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

૨.૧૮ કરોડના દારૂના કેસમાં ફરાર ત્રણ પકડાયા

૨.૧૮ કરોડના દારૂના કેસમાં ફરાર ત્રણ પકડાયા

રીઢા ગુનેગારોને પોલીસે જામનગરથી ઝડપી લીધા

વાંકાનેર: અહીં બંધ બોડીની ટ્રકમાં ૧.૯૩ કરોડનો દારૂ અને અન્ય મુદામાલ સહીત કુલ રૂ ૨.૧૯ કરોડની મત્તા પોલીસે કબજે લીધી હતી જે દારૂના ગુનામાં ત્રણ ઈસમો પાંચ માસથી નાસતા ફરતા હતા અને આખરે ત્રણેય ઇસમોને ઝડપી લેવામાં સફળતા મળી છે ઝડપાયેલા ત્રણ ઈસમો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાની માહિતી મળી રહી છે

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બંધ બોડીની ટ્રક આરજે ૧૪ જીપી ૪૫૦૬ વાળીમાં ગેરકાયદે ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો વેચાણ અર્થે રાખી હેરાફેરી કરી ખોટી બિલ્ટી, ઈ વે બીલ, ઇન્વોઇસ બીલ બનાવી દારૂની ૨૮,૫૮૪ બોટલ અને બીયરના ૩૧૬૮ ટીન સહીત કુલ રૂ ૧.૯૩ કરોડનો દારૂ-બીયર ઉપરાંત ટ્રક અને અન્ય મુદામાલ સહીત ૨.૧૮ કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને તા. ૧૨-૦૩-૨૬ ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો જે ગુનાની તપાસ દરમીયાન આરોપી સુનીલ ઉર્ફે ભુતી ધનજીભાઈ ડોણાસીયા, રોહિત ઉર્ફે કાનો ચંદુભાઈ લીંબડ અને સુનીલ ઉર્ફે સાગર હમીર માણેક રહે ત્રણેય જામનગર વાળાએ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું અને આરોપીઓના મકાન ખાતે તપાસ કરતા મળી આવ્યા ના હતા
વાંકાનેર કોર્ટ તરફથી આરોપીના વોરંટ મેળવી નાસતા ફરતા દર્શાવેલ હોય જે આરોપીને ઝડપી લેવા વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન આરોપીઓને જામનગરથી ઝડપી લેવામાં આવ્યા છે આરોપીઓ સુનીલ ઉર્ફે ભુતી ધનજી ડોણાસીયા, રોહિત ઉર્ફે કાનો ચંદુ લીંબડ અને સુનીલ ઉર્ફે સાગર હમીર માણેક એમ ત્રણને ઝડપી લેવામાં આવ્યા છે ઝડપાયેલા ત્રણેય ઈસમો રીઢા ગુનેગાર છે એક આરોપી વિરુદ્ધ જામનગર જીલ્લામાં આઠ, એક વિરુદ્ધ ચાર અને એક વિરુદ્ધ એક ગુનો નોંધાઈ ચુક્યો છે

Content Copying Forbidden !!

error: Content is protected !!