કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મીલ પ્લોટ ચોકમાં 'ઈંગ્લીશ' પકડાયો: બે આરોપી

મીલ પ્લોટ ચોકમાં ‘ઈંગ્લીશ’ પકડાયો: બે આરોપી

વાંકાનેર સીટી પોલીસ સ્ટાફની કામગીરી

વાંકાનેર: મીલ પ્લોટ ચોક પાસેથી પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબજામા ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગલીશ દારૂ સાથે એક ઈસમને વાંકાનેર સીટી પોલીસના સ્ટાફે પકડેલ છે, ઇંગલીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે આપી ગયેલ બીજા શખ્સ પર પણ ગુન્હો નોંધાયો છે

જાણવા મળ્યા મુજબ વાંકાનેર મીલ પ્લોટ ચોક પાસેથી પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબજામા ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગલીશ દારૂની નંગ 7 રૂ. ૭૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ-૫૦૦૦/- નો મળી કુલ કિ.રૂ.૫૭૦૦/-નો મુદામાલ રાખી પકડાઈ જઈ તથા આરોપી નં.(૨) રમેશભાઇ રઘુભાઈ કોળી રહે. મિલપ્લોટ ફાટક પાસે વાંકાનેર જી. મોરબી વાળાએ સદરહુ ઇંગલીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે આપી ગયેલ આમ મજકુર આરોપીઓએ એકબીજા સાથે મદદગારી કરી પ્રોહિ એકટ કલમ-૬૫(એ)(એ ), ૧૧૬-બી, ૮૧ મુજબનો ગુન્હો નોંધાયો છે
કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના હેડ.કોન્સ. વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, એ,એસ,આઇ ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા તથા પોલીસ,હેઙ.કોન્સ વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા વિગેરે સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!