કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નાસતા આરોપીને મોલડીથી દબોચતી એસઓજી ટીમ

નાસતા આરોપીને મોલડીથી દબોચતી એસઓજી ટીમ

ગાયત્રી મંદિર પાસે સાપ/ રાતીદેવળીમાં વીંછી કરડ્યો

ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર કામ કરતા યુવાનનું ઈલેકટ્રીક શોર્ટથી મોત

વાંકાનેર: અહીં અલંકાર હોટેલ પાછળ રહેતો આરોપી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી એસઓજી ટીમે ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર કામ કરતા યુવાનનું ઈલેકટ્રીક શોર્ટ લાગતા મોત થયું હતું, ત્રીજા બનાવમાં ગાયત્રી મંદિર પાસે મહિલાને સાપ તથા રાતીદેવળીમાં યુવાનને વીંછી કરડતા દવાખાનામાં દાખલ કરેલ હતા….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર અહીં અલંકાર હોટેલ પાછળ રહેતો આપી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી એસઓજી ટીમે ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસઓજી ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી વિજય ઉર્ફે ગાંડો રઘાભાઈ સરાણીયા રહે. અલંકાર હોટેલ પાછળ વાંકાનેર વાળો હાલ મોટી મોલડી ગામે હોવાની બાતમી મળતા એસઓજી ટીમે મોટી મોલડી ગામ હકાબાપાની તલાવડી પાસે તા. ચોટીલા ખાતેથી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે.

ગાયત્રી મંદિર પાસે સાપ/ રાતીદેવળીમાં વીંછી કરડ્યો:
વાંકાનેર ગાયત્રી મંદિર પાસે સાપ કરડી જતા ત્યાં રહેતા હનીફાબેન અકબરભાઈ શાહમદાર (ઉ.37) ને અને બીજા બનાવમાં વાંકાનેર નજીકના રાતીદેવળી ગામે કારખામામાં કામ કરતા રણજીતભાઈ રાજાભાઈ મોહરા (ઉ.21) નામના યુવાનને વીંછી કરડી જતા મોરબીની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તે મોરબીના મકનસર ગામે રહે છે..

ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર કામ કરતા યુવાનનું ઈલેકટ્રીક શોર્ટથી મોત:
વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં આવેલ રેતીના પ્લાન્ટ ખાતે રેતી ભરેલી ગાડી ઉપર ચડીને રેતીનું લેવલ કરતો રાજકોટના મોરબી જકાતનાકા પાસે રહેતા અમિતભાઈ રણજીતભાઈ રૂદાતલા (29) નામનો યુવાન ગાડીની ઉપરથી પસાર થતાં ઇલેક્ટ્રીક વાયરને તેનું માથું અડી ગયું હતું જેથી કરીને યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને મોત નીપજ્યું હતું.

Content Copying Forbidden !!

error: Content is protected !!