એકટીવામાં નીકળેલા બે ઇસમો સામે ફરિયાદ
મેસરીયામાં યુવાનનું ઝેરી અસરથી મોત
વાંકાનેર: વાંકાનેર તાલુકામાં વાયર ચોરીના બનાવો સામાન્ય બની ગયા છે તો હવે અસામાજિક તત્વો પોલીસને પણ ધાક ધમકી આપતા ડરતા નથી વાંકાનેર શહેરમાં એકટીવા સવાર બે ઇસમોએ ટ્રાફિક પોલીસની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે 


વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા રમેશભાઈ માલાભાઈ રબારીએ આરોપી એકટીવા જીજે ૨૩ ઈએલનો ચાલક અને સતુભા ઝાલા રહે બંને વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫ ના સાંજના ફરિયાદી જીનપરા જકાતનાકા રોડ પર પોતાની ટ્રાફિક ફરજમાં હતા ત્યારે આરોપીઓને એકટીવા રોંગ સાઈડમાં નહિ જવાનું કહેતા એકટીવા ચાલક અને પાછળ બેસેલ સતુભા ઝાલા બંને ઉશ્કેરાઈ જઈને પોલીસ ચોકી પાસે આવી ફરિયાદી રમેશભાઈ રબારીની કાયદેસર ફરજમાં રુકાવટ કરી તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે….
મેસરીયામાં મોમીન યુવાનનું ઝેરી અસરથી મોત
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ ખાતે રહેતા હૈદરઅલી શ્યામુદીન ચૌધરી (ઉં.વ. ૩૮) પોતાના ઘરે હતા, ત્યારે રાત્રિના યુવકને ડાબા કાનના ભાગે કોઈ અત્યંત ઝેરી જીવજંતુ કરડી ગયું હતું. જે બાદ યુવકની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવત સારવાર મળે તે પુર્વે જ યુવાનનું ઝેરી અસરથી મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

