કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

વાંકાનેર શહેરની કુલ જમીન ૪૨૦.૪૧ ચો.મી.

દાવો લિમિટેશન એકટની જોગવાઇઓ તળે ૧૨ વર્ષની અંદર કરવો જોઇએ

વાંકાનેર મુકામે ગુજરનાર મેઘજીભાઇ ચતુરભાઇની સીટી સરવે નંબર : ૬૧૬ર, સીટી સરવે નંબર : ૬૧૬૩, ૬૧૬પ, ૬૧૬૬, ૬૧૬૭, ૬૧૬૮, ૬૧૬૯ મળીને કુલ જમીન ચોરસ મિટર ૪૨૦.૪૧ પર આવેલ બાંઘકામવાળી મિલકત સંબંઘમાં ગુજરનાર મેઘજીભાઇ ચતુરભાઇના વારસદાર કમલેશભાઇ બળવંતભાઇ વિગેરેએ નામદાર સિવિલ કોર્ટમાં ગુજરનાર જીવરાજભાઇ ચતુરભાઇના વારસદાર રમાબેન ચંદ્રકાંતભાઇ પઢીયાર વિગેરે સામે સદરહુ મિલકત સંબંઘમાં પાર્ટીશનનો દાવો કરેલ

જે દાવાના કામે ગુજરનાર મેઘજીભાઇ તથા જીવરાજભાઇ વચ્ચે મિલકતની અગાઉ વહેંચણી થઇ ગયેલી અને અગાઉ દિ.પ.અ.નં.રપ/૧૯૭૩ ના અરશામાં વાદીના વડવાએ આ મિલકતનું પાર્ટીશન કરાવવા માટે માંગણી કરેલ અને તે વખતે પણ પ્રતિવાદીના વડવા તરફથી આ મિલકતનું પાર્ટીશન થઇ ગયેલ છે અને પ્રતિવાદીના કબજામાં જે મિલકત આવેલ છે, તેમાં વાદીનો કોઇ હકક કે અઘિકાર નથી. જેથી વાદીને આ મિલકતમાંથી હકક માંગવાનો અઘિકાર નથી. જે દિ.પ.અ. નંબર : ૨૫/૭૩ ની અરજી રદ થયેલી.
ત્યારબાદ હાલનો નવેસરથી દાવો સને- ૨૦૨૧ ની સાલમાં થયેલ છે. આમ, પાર્ટીશન અંગેનો દાવો લિમિટેશન એકટની જોગવાઇઓ તળે ૧૨ વર્ષની અંદર કરવો જોઇએ. જે વાદીએ કરેલ નથી. જેથી આ કામમાં નામદાર સિવિલ કોર્ટ વાદીનો દાવો નામંજુર કરેલ છે અને વાદીને દાવાવાળી મિલકતમાં દાવામાં માગ્યા મુજબની દાદ મેળવવાનો હકક કે અઘિકાર નથી. તેમ પ્રતિવાદી તરફે ઠરાવેલ છે. આ કામમાં વાંકાનેરના વિદ્વાન વકીલ શ્રી દક્ષાબેન એમ. અઘારા રોકાયેલા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!