કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

શેખરડીથી નીકળેલી બોલેરો જોધપર પાસેથી પકડાઈ

શેખરડીથી નીકળેલી બોલેરો જોધપર પાસેથી પકડાઈ

દેશી દારૂ સહીત રૂ. ૩,૪૦,૦ ૦૦/-નો મુદામાલ કબ્જે

વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટાફે બાતમી મળેલ કે એક બોલેરો પીકઅપ દેશી દારૂ ભરીને શેખરડી ગામથી નીકળીને ગારીયા ગામ હાઇવે તરફ જના૨ છે, આથી વાહનની વોચમાં સ્ટાફ ગોઠવાયો હતો, દરમયાન ગારીયા ગામ તરફથી એક બોલેરો પીકઅપ આવતા ઉભી રાખવા હાથનો ઈશારા વડે સંકેત કરતા બોલેરો ઉભો રહેલ નહી અને વધુ સ્પીડથી ચલાવી જોધપર ગામ તરફ નાસવા લાગેલ, જેથી પીછો કરતા જોધપર ગામ ઓવરબ્રીજ પાસે આવેલ સર્વિસ રોડ નીચે ઉતરી જઈ ઓવરબ્રીજની નીચેથી વાંકાનેર -મોરબી હાઈવે તરફના સર્વિસ રોડ ઉપર બોલેરોને મુકી ચાલક તથા તેની સાથે રહેલ ઈસમ ગામ તરફ નાસવા લાગતા તેમનો પીછો કરી બોલેરો ચાલકને પકડી પાડેલ હતી

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે બાતમી મળેલ કે એક બોલેરો પીકઅપ દેશી દારૂ ભરીને શેખરડી ગામથી નીકળીને ગારીયા ગામ હાઇવે તરફ જના૨ છે, આથી વાહનની વોચમાં સ્ટાફ ગોઠવાયો હતો, દરમયાન ગારીયા ગામ તરફથી એક બોલેરો પીકઅપ આવતા ઉભી રાખવા હાથનો ઈશારા વડે સંકેત કરતા બોલેરો ઉભો રહેલ નહી અને વધુ સ્પીડથી ચલાવી જોધપર ગામ તરફ નાસવા લાગેલ, જેથી પીછો કરતા જોધપર ગામ ઓવરબ્રીજ પાસે આવેલ સર્વિસ રોડ નીચે ઉતરી જઈ ઓવરબ્રીજની નીચેથી વાંકાનેર -મોરબી હાઈવે તરફના સર્વિસ રોડ ઉપર બોલેરોને મુકી ચાલક તથા તેની સાથે રહેલ ઈસમ ગામ તરફ નાસવા લાગતા તેમનો પીછો કરી બોલેરો ચાલકને પકડી પાડેલ તેમજ તેની સાથે રહેલ ઈસમ ગામના ગલી ખાંચાનો લાભ લઈ નાસી ગયેલ પીકઅપ ઠાઠામાં સફેદ કલરના પ્લાના આઠ બાચકાઓ પડેલ હતા
(1) ચાલક સાગરભાઈ હેંમતભાઈ ડાભી (ઉ.વ.૧૯) રહે, નાળીયેરી તા, ચોટીલા (2) એમની સાથે રહેલા આણંદપર (થાન) ના કાર્તીકભાઈ ભલાભાઈ વાઘેલા અને (3) દારૂ ભરી આપનાર કિશનભાઈ સવજીભાઈ સરવૈયા ગામ. શેખરડી વાળા વિરુદ્ધ પોલીસ ખાતાએ ગુન્હો,પ્રોહી એકટ કલમ ૬૫(ઈ), ૮૧, ૯૮(૨) મુજબ ગુન્હો નોંધી મહીન્દ્રા કંપનીની સફેદ કલરની બોલેરો પીકઅપ રજી.નંબર GJ-13-AW-2043 કિ રૂ. ૩,૦૦,૦૦૦/- વાળી કેફી પ્રવાહી લીટર-૨૦૦ કી.રૂ.૪૦,૦૦૦/- નો હેરાફેરી કરી કુલ કિ.રૂ. ૩,૪૦,૦ ૦૦/-ના મુદામાલ કબ્જે કરેલ છે

કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના આર્મ પો.કોન્સ. શક્તિસિંહ દીલીપસિંહ પરમાર, એ.એસ.આઈ. ક્રિપાલસિંહ ચાવડા, પો,હેડ, કોન્સ, ધર્મેન્દ્રભાઈ રાંકજા, પો.કોન્સ. રાજેશભાઈ પલાણી તથા બ્રીજેશભાઈ બોરીચા દ્વારા કરવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!