કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાલાસણના રહીશ બાપ-દીકરાને અકસ્માતમાં ઇજા

વાલાસણના રહીશ બાપ-દીકરાને અકસ્માતમાં ઇજા

મહિકામાં ઝેરી દવા પી લેતા મહિલાનું મરણ

વાંકાનેર: મોરબી હાઇવે રોડ ઉપર રાજકોટ તરફથી બાઈક લઈને બાપ-દીકરો વાલાસણ આવતા હતા ત્યારે રિક્ષા સાથે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પિતા અને પુત્રને ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે ગયા હતા બીજા બનાવમાં બીજા બનાવમાં મહિકા ગામમાં પતિએ વહેલું જમવાનું બનાવવાનું કહેતા લાગી આવતા પત્ની ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું હતું

પ્રાથમિક મળેલ માહિતી મુજબ રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર રાજકોટ તરફથી બાઈક લઈને આવી રહેલ દિનેશભાઈ ટીકુભાઈ (ઉ.50) રહે. વાલાસણ તાલુકો વાંકાનેર વાળાના બાઇકમાં તેનો દીકરો રવિ દિનેશભાઈ (ઉ.16) પણ સાથે બેઠેલ હતો ત્યારે રિક્ષાને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પિતા અને પુત્રને ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિકામાં ઝેરી દવા પી લેતા મહિલાનું મરણ
બીજા બનાવમાં મહિકા ગામમાં પતિએ વહેલું જમવાનું બનાવવાનું કહેતા લાગી આવતા પત્ની ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું હતું મૂળ પંચમહાલ જીલ્લાના વતની હાલ વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા સીતાબેન રાજેશભાઈ રજાક (ઉ.વ.૪૬) નામની પરિણીતા પોતાની જાતે ઝેરી દવા પી લેતા રાજકોટ સારવાર દરમીયાન મોત થયું હતું પોલીસે પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પતિ રાજેશભાઈએ વહેલા જમવાનું બનાવવાનું કહેતા મૃતક સીતાબેનને મનમાં લાગી આવતા પોતાની જાતે દવા પી લીધાનું ખુલ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

Content Copying Forbidden !!

error: Content is protected !!