8 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા
સવારમાં નાસ્તો કર્યા બાદ તબીયત બગડી
વાંકાનેર: તાલુકાના ભાયાતિ જાંબુડિયા ગામમાં રહેતા 25 વર્ષીય યુવતીની આજરોજ સવારમાં 8:30 વાગે તબિયત ખરાબ થવાથી વાંકાનેર શ્રદ્ધા હોસ્પિટલ બાદ રાજવીર હોસ્પિટલમાં લઈ જવાય હતી ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ હતી જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું


જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ભાયાતિ જાંબુડિયા ગામમાં રહેતા રવિનાબેન કિસનભાઈ માધડ (ઉંમર.25) આજરોજ સવારમાં 8:30 વાગે તબિયત ખરાબ થવાથી વાંકાનેર શ્રદ્ધા હોસ્પિટલ બાદ રાજવીર હોસ્પિટલમાં લઈ જવાય હતી ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ હતી જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું
વધુ વિગત મુજબ રવિનાબેન ને આંચકીની બીમારી હોવાનું સામે આવ્યું છે જેથી તેમની તબિયત અવાર નવાર ખરાબ રહેતી હતી સવારમાં નાસ્તો કર્યા બાદ આંચકી આવતા પતિ તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા.
પ્રાથમિક મળતી માહિતી મુજબ રવિનાબેન ના પતિ કિસાનભાઈના જણાવ્યા મુજબ તેવોના પ્રેમ લગન થયા હતા અને તેવો મૂળ થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે રવિનાબેન ને 2 દિકરા જેમાં એક દીકરો 7 વર્ષનો અને બીજો દીકરો 4 વર્ષનો હોવાનું સામે આવ્યું છે કિસાનભાઈ ના જણાવ્યા મુજબ રવિનાબેન કારખાનામાં કામ કરતા અને કિસાનભાઈ મજૂરી કરતા હતા સંતાનોએ માતા ની મમતા ગુમાવી પરિવાર માં અરેરાટી વ્યાપી ગઈ.

