કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ખોરાણામાં સાળાની માથાકૂટમાં બનેવી પર હુમલો

ખોરાણામાં સાળાની માથાકૂટમાં બનેવી પર હુમલો

છરીથી હુમલો થતા દવાખાનામાં દાખલ

વાંકાનેર: રાજકોટ તાલુકાના ખોરાણા ગામમાં સાળાની માથાકૂટમાં બનેવી ઉપર છરી વડે હુમલો થયો હતો. કુવાડવા રોડ પોલીસે આરોપી પિતા, પુત્ર સામે ગુનો દાખલ કર્યો હતો. પૈસાની લેતી – દેતીમાં ચેક રિટર્ન કેસ થયા બાદ ઝઘડો થયો હતો.

ફરિયાદમાં નાના મવા, હરિદ્વાર એવનની બાજુમાં આરએમસી ક્વાર્ટર મંદિર વાળી શેરી તા.જી. રાજકોટ રહેતા વિજય મનસુખભાઈ ભોજાણી (ઉં.વ. 24) વાળાએ જણાવ્યું કે, પહેલા હું ટી આર બી માં ટ્રાફિક શાખામાં નોકરી કરતો, હાલ હું રીક્ષા ડ્રાઇવિંગ કરી મારું તથા મારા પરિવારનો ગુજરાન ચલાવું છું. મારા પરિવારમાં હું તથા મારા પત્ની અમીશા સાથે ત્રણેક વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરેલ છે અને આ લગ્નગાળાના સમય દરમિયાન મારે સંતાનમાં એક દીકરી છે. જે દોઢ વર્ષની છે. મારા માતા-પિતા મારાથી અલગ રહે છે. મારા પત્નીનું પિયર રાજકોટ તાલુકાનું ખોરાણા ગામ છે.
ગઈ તા. 02/08/2026 ના રોજ હું મારા સાળાનું એક્ટીવા તેના ઘરે ખોરાણા ગામ અમો બંને પતિ પત્ની આપવા માટે ગયેલ અને ત્યાં જ રોકાય ગયેલ અને તા. 03/08/2026 ના રોજ સવારના દસેક વાગ્યાની આસપાસ હું અને મારો સાળો કેવલભાઈ અમો બંને ચા પાણી પીને ખોરાણા ગામના ફાટક પાસે બેસેલા હતા ત્યારે મારા સાળાને પૈસાની લેતી દેતી બાબતે ખોરાણા ગામના રહેવાસી પારસ રાજેશભાઈ વાઘેલા સાથે બોલાચાલી થયેલ હતી.
તે જ માણસ તા.3 ના સવારના દસેક વાગ્યાની આસપાસ અમો ઉભેલ હતા ત્યાં આવેલ હતો અને મેં તેને પૂછેલ કે ‘મારા સાળા સાથે કેમ બોલાચાલી અને ગાળો આપેશ?’ તેમ કહેતા પારસએ એકદમ ઉશ્કેરાઈને તેની પાસે રહેલ કિચન વાળી છરી વડે મને પેટના ભાગે જમણી બાજુ છરકો મારતા તે જ સમયે તેના પિતા રાજેશભાઈ ચનાભાઈ વાઘેલાએ મને પાછળના ભાગેથી પકડી રાખેલ ત્યારે પારસ એ મને ડાબી બાજુ ખંભાના ભાગે તથા ડાબી બાજુ ગાલના ભાગે એક એક વાર છરી મારેલ અને મને લોહી નીકળવા લાગતા મારો સાળો કેવલે મને સારવાર માટે ખાનગી વાહનમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ હતો. કુવાડવા રોડ પોલીસે ફરિયાદ ઉપરથી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!