આજે વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ખેડુત પરિવાર માં જન્મેલા આબીદભાઈ શેરસીયા (ગઢવાળા) ખેતી અને જમીનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ગ્રેજ્યુટ (BA) સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે તેઓ યુવક કોંગ્રેસ ના કાર્યકર તરીકે કામગીરી શરુ કરનાર આબીદ ગઢવાળા આજે વાંકાનેર વિધાનસભા કોંગ્રેસ ના પ્રમુખ અને ધી પીર કાસિમઅલી(રહે.) અંન્જુમને મોમીન ટ્રસ્ટ વાંકાનેરમાં ડીરેકટર તરીકે જવાબદારી નિભાવે છે.
આ સાથે વાંકાનેર શહેર/તાલુકાના ખેડૂતો યુવાનો ગરીબ અને પછાત વર્ગના લોકોના પ્રશ્નો નો નિકાલ માટે લડત લડે છે. અને વાંકાનેર શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિ ને સંગઠિત અને મજબુત કરવામાં બહુ મોટો સિંહફાળો છે. તેઓ સતત સક્રિય પણે ફરજ બજાવતા સમાજના તમામ વગઁમાં લોકચાહના મેળવી છે. વાંકાનેર વિસ્તારના બોહળા યુવા વગઁને સંગઠિત કરવામાં સફળ રહીયા છે. પરિણામે કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો નો વિશ્વાસ કેળવી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
પીરઝાદા સાહેબ ના અંગત વિશ્વાસુ તરીકે ચુંટણીઓમાં રાત દિવસ મહેનત સાથે સામાજીક અને આરોગ્ય ક્ષેત્રે નિશ્વાથઁ મદદરુપ થનાર આબીદભાઈ શેરસીયા (ગઢવાળા) નો આજે જન્મદિવસ હોય ઠેરઠેર થી શુભેચ્છાઓ વરસી રહી છે. મો.૯૭૧૪૮ ૯૯૩૫૭





