ગાયત્રી મંદિર પાસે મફતીયા પરામાં જુગાર રમતા 5 પકડાયા
વાંકાનેર: તાલુકાના મકતાનપર ગામની સીમમાં આવેલ ગીરીરાજ સ્ટોન ક્રશરની પાછળના ભાગે આવેલ પાણીના વોકળામાં વિદેશી દારૂની બોટલો નંગ-૧૧૨, કીં.રૂ.૬૩,૨૮૦/- રેઢો મળી આવ્યાની ફરિયાદ નોંધાઈ છે બીજા બનાવમાં વાંકાનેર ગાયત્રી મંદિર પાસે મફતીયા પરામાં તીન પતીનો ગોકુલનગરમાં જુગાર રમતા બે ઝડપાયાજુગાર રમતા રોકડા રૂ.૧૦૨૦૦/-સાથે રાજકોટ મોરબી સહિતના 5 આરોપીઓ પકડાયા છે…
જાણવા મળ્યા મુજબ તાલુકાના મકતાનપર ગામની સીમમાં આવેલ ગીરીરાજ સ્ટોન ક્રશરની પાછળના ભાગે આવેલ પાણીના વોકળામાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ. ની કાચની કંપની શીલપેક બોટલો નંગ-૧૧૨, કીં.રૂ.૬૩,૨૮૦/- ના મુદામાલ રાખી સ્થળ પર હાજર નહી મળી આવતા ગુન્હો નોંધાયો છે
વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના અનાર્મ પો.કોન્સ. બ્રીજેશભાઈ જૈસગભાઈ બોરીચાને બાતમી મળતા અજાણ્યા ઈસમો સામે ગુન્હો પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી) મુજબ નોંધેલ છે…
બીજા બનાવમાં વાંકાનેર ગાયત્રી મંદિર પાસે મફતીયા પરામાં નરશીભાઈ પાંચાભાઈ ચૌહાણ પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં બેસી તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૦૨૦૦/-સાથે રાજકોટ મોરબી સહિતના આરોપીઓ મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે, આરોપીઓના નામ નીચે મુજબ છે…
(1) સુરેશભાઈ વશરામભાઈ ગર (ઉ.23) રહે. વાંકાનેર ગાયત્રી મંદિર પાસે મફતીયાપરા
(2) મહેશભાઈ ધીરૂભાઈ સંઘાર (ઉ.35) રહે, રાજકોટ મોરબી રોડ વેલનાથપરા શેરી
(3) આકાશભાઇ ઉર્ફે કાનો નારણભાઈ જોગીયાણી
(4) સાગરભાઈ કેશાભાઈ વિકાણી (ઉ.31) રહે.વાંકાનેર ગાયત્રી મંદિર પાસે મફતીયાપરા,
(5) લાલો ગોરધનભાઈ જોગીયાણી (ઉ.27) રહે મોરબી રવાપર રોડ કાલીકા પ્લોટ જીઓની ઓફીસ પાસે,

