કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગોકુલનગરમાં જુગાર રમતા બે ઝડપાયા

ગોકુલનગરમાં જુગાર રમતા બે ઝડપાયા

અરણીટીંબા બોર્ડ પાસે કેફી પ્રવાહી પીધેલ પકડાયો

વાંકાનેર: અહીં ગોકુલનગર સદગુરુ આશ્રમ વળી શેરીમાં તીન પતીનો જુગાર રમતા બે જણાને અને સીંધાવદર ગામનો શખ્સ અરણીટીંબા બોર્ડ પાસે કેફી પ્રવાહી પીધેલ હાલતમા સર્પઆકારે મોટર સાયકલ ચલાવતા પોલીસે પકડ્યો છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર ગોકુલનગર સદગુરુ આશ્રમ વળી શેરીમાં (1) રવિભાઈ ઉર્ફે કાનો વિજયભાઈ કારીયા રહે. ગોકુલનગર અને (2) જગદીશભાઈ દીલીપભાઈ બાવળીયા રહે. જીનપરા રામા મંદિર પાસે વાળા જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ. ૧૦૬૦/-સાથે આરોપીઓ પોલીસ ખાતાને મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધેલ છે..
બીજા બનાવમાં સીંધાવદર ગામના વિભાભાઈ રૂપાભાઈ જખાનીયા (ઉ.30) અરણીટીંબા બોર્ડ પાસે કેફી પ્રવાહી પીધેલ હાલતમા સર્પઆકારે પોતાનાં હવાલાવાળું હોન્ડા સાઇન મો,સા, રજી, G J-36-AQ-5481 વાળુ કિં.રૂ.૪૦,૦૦૦/- વાળુ ડ્રાઇવિંગ લાયસન્સ વગર ચલાવી નીકળતા મળી આવતા ગુન્હો એમ.વી.એક્ટ કલમ-૧૮૫,૩,૧૮૧ પ્રોહી કલમ ૬૬(૧)બી મુજબ નોંધાયેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!