કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પાજની જમીન મુળ ખાતેદારને ખાતે દાખલ કરવા હુકમ

પાજની જમીન મુળ ખાતેદારને ખાતે દાખલ કરવા હુકમ

વાંકાનેરના ડેપ્‍યુટી કલેકટરનો હુકમ

રાજકોટઃ આ કેસની વિગત એવી છે કે, વાંકાનેર તાલુકાના પાજ ગામની જમીનના ખેડ ખાતા નં.૧૦ મા આવેલ રેવન્યુ સર્વે નં.૧૩૨/૧ પૈકી ૧ ની જમીન હે.આરે.ચો.મી. ૦-૮૨-૯૬ જમીન રેકર્ડમાં (૧) હલ્લુબેન અલાવદીભાઈ સીપાઈ, (૨) વલીમામદ અલાવદીભાઈ સીપાઈ, (3) ઈબ્રાહીમ અલાવદીભાઈ સીપાઈ, (૪) ઈસ્માઈલ અલાવદીભાઈ સિપાઈ, (૫) માહમદ અલાવદીભાઈ સપાઈ, (૬) ગુલામહુશેન અલાવદીભાઈ સીપાઈ, (૭) મરીયમબેન અલાવદીભાઈ સિપાઈ, (૯) અબ્દુલરહીમ અલાવદીભાઈ સીપાઈના નામે ચાલતી હતી જે જમીન રાજેશભાઈ મેરામભાઈ મેર નામના વ્યકિતએ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અનુ.નં.૩૦૮૬/૨૦૨૪, તા.૨૯/૦૬/૨૦૨૪ના રોજ અવેજ ચુકવીને આ કિંમતી જમીન ખરીદ કરેલ હતી.

તે જમીન ખરીદ કરતા વેચાણ અંગેની નોંધ નં. ૧૫૪૪ કાચી નોંધ તરીકે દાખલ થઈ હતી જે વેચાણ નોંધના શેરામાં નોંધ સાથેના સાધનીક કાગળો રજુ થયેલ નથી જેથી નોધ સર્કલ ઓફીસર વાંકાનેર દ્વારા નામંજુર કરવામાં આવેલ. અને ત્યારબાદ આ કિંમતી જમીનમાં હલ્લુબેન અલાવદીભાઈ આહમદ સિપાઈ એ તેમની હયાતીમાં સીધી લીટીના વારસદારોના હકક દાખલ કરેલ તથા તે વારસદારોના નામ દાખલ થઈ આવતા તે વારસાઈ નોંધ પ્રમાણીત થયેલ જેથી રાજેશ મેરામભાઈ મેર નામના વ્યકિત એ રાજકોટના વિ.વ. શ્રી જતીન એ. ગોદડકા, શ્રી શૈલેષ એન. મુંગલપરા, શ્રી નિખીલ ડી. રૈયાણી તેમજ શ્રી દેવદત બી. મહેતાનો સંપર્ક કરતા વાંકાનેરના ડેપ્યુટી કલેકટર શ્રીની કોર્ટમાં વેચાણ દસ્તાવેજને આધારે દાખલ થયેલ નોંધ નં.૧૫૪૪ તથા ૧૫૪૫ પ્રમાણીત કરવા તથા વારસાઈ નોંધ નં.૧૫૮૨ રદ કરવા અંગેનો હાલની આ અપીલ કરેલ
આ કેસમાં અરજદાર રાજેશ મેરામભાઈ મેર વતી વકીલોએ હાજર થઈ નોંધ નં.૧૫૪૪, ૧૫૪૫ પ્રમાણિત કરવા અંગેની દલીલો કરેલ હતી. તેમજ આ જમીનને લગતા તમામ સાધનીક કાગળો રજુ કરેલ અને સાધનીક કાગળોનું ન્યાયીક મુલ્યાંકન કરતા આ નોંધ પ્રમાણીત થવા અંગેની હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના જજમેન્ટ રજુ કરેલ. બન્ને પક્ષોની સુનાવણી બાદ વાંકાનેરના નાયબ કલેક્ટરશ્રી દ્વારા અરજદારની અરજી અંશતઃ મંજુર કરી અરજદારે ખરીદેલ જમીન અંગેની વેચાણ નોંધ નં.૧૫૪૪ તથા ૧૫૪૫ પ્રમાણીત કરતો હુકમ ફરમાવેલ. તેમજ સર્વે નં. ૧૩૨/૧ પૈકી ૧ પુરતી જ હયાતીમાં હકક દાખલ અંગેની નોંધ નં. ૧૫૮૨ પ્રમાણીત કરવા અંગેનો નિર્ણય રદ કરી મુળ ખાતેદાર અલાવદી આહમદ સિપાઈને ખાતે દાખલ કરવા અંગેનો હુકમ ફરમાવેલ હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!