દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કર્યો હતો
વાંકાનેર: તાલુકાના વઘાસીયા ગામે રહેતી પરિણીતા સાથે પતિએ દારૂના નશામાં ઝઘડો કરી એસિડ ગટગટાવી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.



આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાથમિક જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે રહેતાં કિશનભાઈ નારણભાઈ સોલંકી નામનો 42 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સાંજના સમયે દારૂના નશામાં પત્ની કોમલબેન સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં દારૂના નશામાં એસિડ પી લીધું હતું.
યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો…

