મૃતકના સાસુની પણ ધરપકડ
અર્ધસળગેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
હાથ દોરી વડે બાંધેલા હોવાથી પોલીસને હત્યાની શંકા થઇ
વાંકાનેર: તાલુકાના ઢુવા માટેલ રોડ પર ગત તા. ૨૭ એપ્રિલના રોજ અજાણ્યા પુરુષનો અર્ધ સળગેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ ચલાવી હતી મૃતકની ઓળખ મેળવી પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યાનો ખુલાસો થયો છે પોલીસે પત્ની, પ્રેમી સહીત ત્રણ આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે



ઢુવા માટેલ રોડ પર અર્ધસળગેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે એડી નોંધ કરી તપાસ ચલાવી હતી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે સીસીટીવી ચેક કરી તેમજ આજુબાજુમાં કારખાનામાં કામ કરતા શ્રમિકોને મૃતકના ફોટો બતાવતા મૃતકની ઓળખ થઇ હતી મૃતક છગનભાઈ પાંચિયાભાઈ નીનામા રહે મધ્યપ્રદેશ વાળા હોવાનું ખુલ્યું હતું જેની હત્યા કરનાર પવન ભંવરલાલ નીનામા (ઉ.વ.૨૯) સુમન છગનભાઈ પાંચિયા (ઉ.વ.૩૫) અને દેવલીબાઈ ગંગારામ પાલુ ગીરેવાલ રહે ત્રણેય મધ્યપ્રદેશ વાળાને ઝડપી લેવામાં ટીમને સફળતા મળી છે
બનાવ અંગે વધુ માહિતી આપતા ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું કે મૃતક છગનલાલ નીનામા પરિવાર સાથે એમપી રહેતો હતો અને પત્ની સાથે નહિ બનતા છુટા પડ્યા હતા પત્ની પ્રેમી પવન નીનામા જે ઢુવા પાસે કારખાનામાં લેબર કોન્ટ્રાકટર હતો તેની સાથે બાળકોને લઈને રહેવા આવી ગઈ હતી બાદમાં યુદ્ધને પગલે ફેકટરીઓ બંધ થતા પત્ની વતન ગઈ હતી અને મોબાઈલથી પ્રેમી પવનના સંપર્કમાં હતી પત્ની સુમન અને સાસુ દેવલીબેન છગનને વતનથી વાંકાનેર લાવી હતી અને પવનના ઇશારે ઢુવા માટેલ રોડ પર જતા હતા ત્યારે અવાવરૂ જગ્યા આવતા પવને પાછળથી ટુંપો દઈને પતાવી દીધો હતો બાદમાં મૃતદેહ સળગાવી પુરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યો હતો
હાથ દોરી વડે બાંધેલા હોવાથી પોલીસને હત્યાની શંકા થઇ
પ્રેમીએ ટુંપો દઈને હત્યા કર્યા બાદ મૃતદેહ સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્રણેય ઇસમોએ દોરીથી ગળેટુંપો આપી હાથ દોડી વડે બંધ મૃતદેહ સળગાવી નાખ્યો હતો હાથ બાંધેલા હોવાથી પોલીસને શંકા જન્મી હતી અને એડી નોંધ કરી હત્યાની આશંકા સાથે ગુનાની તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને પત્ની, પ્રેમી સહીત ત્રણેય ઇસમોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે….

