કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

તરકીયાનો ટ્રક ચાલક જેતપુર નજીક લૂંટાયો

તરકીયાનો ટ્રક ચાલક જેતપુર નજીક લૂંટાયો

એક્ટિવા સાઇડમાં લેવા બાબતે હુમલો કરી લૂંટ

વાંકાનેર: જેતપુર-ધોરાજી રોડ પર આવેલા નવા બનેલા બ્રિજ નજીક મોડી રાત્રે એક લૂંટનો બનાવ બન્યો હતો. જાહેર રોડ પર અડચણરૂપ ઊભેલા એક્ટિવ સાઈડમાં લેવા બાબતે એકટીવા ચાલક સહીત બે શખ્સો એ ટ્રક રોકાવી ડ્રાઇવરને ગાળો આપી, ટ્રકની ચાવી અને ખિસ્સામાંથી રૂ. 4500ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. આ મામલે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના તરકીયા ગામે રહી ડ્રાઇવિંગ કરતા મહેશભાઈ રસુલભાઈ નિનામા (ઉં.વ. 24) પોતાના શેઠ રૂૂતુરાજસિંહ ઝાલાની ટાટા કંપનીની ટ્રીપ ટેઇલર ટ્રક નંબર જીજે-03-સીયુ-5003 લઈને ભાવનગરથી પરડવા ગામે લાઈમ સ્ટોન ભરવા માટે જઈ રહ્યા હતા. ગઈ કાલે રાત્રે સાડા અગિયારેક વાગ્યાના સુમારે તેઓ જેતપુર-ધોરાજી રોડ પર નવા બનેલા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળા રંગનું નંબર પ્લેટ વગરનું એક્ટિવા લઈને બે શખ્સો રોડ વચ્ચે રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે ઊભા હતા. ટ્રક ડ્રાઇવરે હોર્ન મારવા છતાં એક્ટિવા ખસેડવામાં આવ્યું નહોતું. જેથી ડ્રાઇવરે બાજુમાંથી ટ્રક આગળ ચલાવી લીધો હતો.

આ વાતનો ખાર રાખી એક્ટિવા પર આવેલા બે શખ્સોએ ટ્રકનો પીછો કરી, આગળ એક્ટિવા ઊભું રાખીને ટ્રકને રોકાવી દીધો હતો. ત્યારબાદ બંને શખ્સો નીચે ઊતરીને ડ્રાઇવર પાસે આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. ડ્રાઇવર સાઇડની કેબિનનો દરવાજો ખોલીને એક્ટિવા ચાલકે ટ્રકની ચાવી તથા ડ્રાઇવરના શર્ટના ખિસ્સામાં રાખેલા રોકડા રૂ. 4,500/- આંચકો મારીને લૂંટી લીધા હતા. ત્યારબાદ બંને આરોપીઓ એક્ટિવા લઈને ધોરાજી રોડ તરફ ફરાર થઈ ગયા હતા.

ઘટના બન્યા બાદ પીડિત ડ્રાઇવરે કેબિનમાં રહેલા મોબાઈલથી આગળ જઈ રહેલા પોતાના સાથી ડ્રાઇવર મુકેશભાઈ પારગીને જાણ કરી હતી. મુકેશભાઈએ મોબાઈલમાં એક્ટિવા ચાલકનો વિડીયો ઉતારી લીધો હતો. આ વિડીયોના આધારે તપાસ કરતા લૂંટ ચલાવનાર મુખ્ય આરોપી ધોરાજીના સિદ્ધાર્થનગરમાં રહેતો મયુરભાઈ અશોકભાઈ સોંદરવા હોવાનું ખુલવા પામ્યું હતું.

ડ્રાઇવર મહેશભાઈ નિનામાએ તેમના શેઠની મદદથી બીજી ચાવી મંગાવીને ટ્રક રવાના કર્યા બાદ, આરોપીઓની વિગતો મેળવીને જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી મયુરભાઈ અશોકભાઈ સોંદરવા અને તેની સાથેના એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.બી. બલદાણીયા ચલાવી રહ્યા છે. ટ્રક ચાલક મૂળ દાહોદ જિલ્લાના રવાળી ખેડા ગામના વતની છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!